સરકારી ભરતીની તૈયારી કરતા યુવાવર્ગ માટે એક માઠા આવી રહ્યા છે. એક બાજુ બેરોજગારી વધી રહી છે અને બીજી બાજુ કોરોના મહામારી. જેમાં GSRTC માં ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને ઘણા લોકોએ ફોર્મ ભર્યા હતા. એ હાલ પૂરતી રદ કરી દેવામાં આવી છે. 2018-19 માં GSRTC જે ભરતી બહાર પડી હતી જેમાં કુલ 9 ભરતી રદ કરી દીધી છે. તો કંઈ કંઈ ભરતી રદ થઇ એ જાણી લઈએ.
(1) GSRTC / 201619 / 16 હિસાબી અધિકારી (વર્ગ-૨ સીની)
(2) GSRTC / 201619 / 17 વિભાગીય આકડા અધિકારી (વર્ગ -૨ જુની)
(3) GSRTC / 201619 / 18 સુરક્ષા અધિકારી (વર્ગ -૨ જુની)
(4) GSRTC / 201619 / 19 મદદનીશ ભડાર અધિકારી (વર્ગ -૨ જુની)
(5) GSRTC / 201619 / 21 વિભાગીય પરિવહન અધિકારી (વર્ગ - ર સીની)
(6) GSRTC / 201619 / 22 વિભાગીય પરિવહન અધિક્ષક ( ડી.ટી.એસ. ) ડેપો મેનેજર એ (વર્ગ -૨ જુની)
(7) GSRTC / 201619 / 24 મદદનીશ હિસાબી અધિકારી (વર્ગ - ર જુની) માં સીધી ભરતી કરવા માટે તા .૧૧ / ૧ / ૨૦૧૯ થી તા .૨૫ / ૧ / ૨૦૧૯ સુધી ઓનલાઈન જાહેરાત ઓજસની વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર બહાર પાડવામાં આવી હતી. સાત ભરતી સિવાય બીજી બે ભરતી પણ રદ કરી દેવામાં આવી છે.
નિગમ દ્વારા જાહેરાત ક્રમાંકઃ (1) GSRTC / 201516 / 11 સ્ટેનો - બી (ગુજરાતી)
(2) GSRTC/ 201619 / 13 કલાર્ક કક્ષામાં સીધી ભરતી કરવાની હતી જે હાલ પૂરતી વહીવટી કારણોસર રદ કરી દેવામાં આવી છે. આમ કુલ ૯ ભરતી રદ કરવામાં આવી છે.