khissu

ICICI ના ખાતાધારકો માટે મોટાં સમાચાર: ૧ તારીખથી બેંકના નવા નિયમો લાગુ, જાણી લો આ નિયમો નહિતર થશે નુકસાન

1 જુલાઈથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (State Bank of India -SBI) દ્વારા રોકડ ઉપાડના ચાર્જ વધાર્યા બાદ હવે આઈસીઆઈસીઆઈ બેંકે પણ આ જ પ્રમાણે નિર્ણય લીધો છે. ગ્રાહકોને ઝટકો આપતા આઈસીઆઈસીઆઈ બેંકે ઉપાડના નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. 1 ઓગસ્ટથી, આઇસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો એટીએમમાંથી પૈસા ઉપાડશે તો ગ્રાહકોના ખિસ્સા ઢીલા થઈ જશે. તેમજ ચેક બુકમાંથી રોકડ ઉપાડવી પણ મોંઘી થઈ જશે. હાલમાં, આઈસીઆઈસીઆઈ તેના ગ્રાહકોને 4 ફ્રી ટ્રાંઝેક્શન સેવા પ્રદાન કરે છે. ત્યાર પછી પૈસા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. તો ચાલો તમને જણાવી દઈએ કે 1 ઓગસ્ટથી આઈસીઆઈસીઆઈના ટ્રાન્ઝેક્શનમાં ક્યાં ક્યાં ફેરફાર થવાના છે.

બેંકના ક્યાં ક્યાં નિયમોમાં ફેરફાર થશે?

૧) 1 ઓગસ્ટથી, આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો તેમની હોમ શાખામાંથી દરરોજ 1 લાખ રૂપિયા ઉપાડી શકે છે. પરંતુ આનાથી વધુ રકમ ઉપાડવા માટે દર 1000 રૂપિયા દીઠ રૂ. 5 ચૂકવવા પડશે. એટલે કે, જો તમારે વધારે એક લાખ જોઈએ છે, તો આ માટે તમારે 500 રૂપિયા બેંકને આપવાના રહેશે.

૨) જો તમે હોમ બ્રાંચ સિવાયની કોઈ શાખામાંથી પૈસા ઉપાડો છો તમે ફક્ત 25,000 રૂપિયા પ્રતિ દિવસ જ ઉપાડી શકો છો. ત્યાર પછી, ઉપાડેલા દરેક 1000 રૂપિયા માટે 5 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે, જો તમારે એક લાખ રૂપિયા ઉપાડવા હોય, તો તમારે બેંકને 375 રૂપિયા ચૂકવવા પડશે.

૩) ચેક બુકમાંથી રોકડ ઉપાડવું સરળ રહેશે નહીં. 25 પાનાની ચેક બુક મફત હશે, પરંતુ તે પછી તમારે દર 10 પાનાની વધારાની ચેક બુક માટે 20 રૂપિયા ચૂકવવા પડશે.

૪) નવા નિયમો અનુસાર એટીએમ ટ્રાન્ઝેક્શન પર પણ શુલ્ક લેવામાં આવશે. આમાં, એક મહિનામાં 6 મેટ્રો સ્થળો પર પ્રથમ 3 ટ્રાન્ઝેક્શન નિ:શુલ્ક થશે, આ સિવાય અન્ય સ્થળો પર 5 ટ્રાન્ઝેક્શન નિ:શુલ્ક રહેશે. આ ટ્રાન્ઝેક્શનમાં બેંકિંગ અને નોન-બેંકિંગ બંને વ્યવહારો શામેલ છે. એટલે કે જો તમે તમારું બેલેન્સ તપાસો છો, તો પણ આ વ્યવહારમાં ગણાશે.

આ પછી, દરેક નાણાંકીય વ્યવહાર માટે 20 રૂપિયા અને નાણાંકીય વ્યવહાર સિવાયના વ્યવહાર એટલે કે પિન બદલાવા, બેલેન્સ ચેક વગેરે માટે 8.50 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. આ ચાર્જ સિલ્વર, ગોલ્ડ, મેગ્નમ, ટાઈટેનિયમ અને વેલ્થ કાર્ડ ધારકને લાગુ પડશે.

૫) આઈસીઆઈસીઆઈ બેંકની શાખામાંથી દર મહિને ચાર ટ્રાન્ઝેક્શન મફતમાં કરી શકાય છે. ત્યાર પછી, પ્રતિ ટ્રાન્ઝેક્શન 150 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. આમાં જમા અને ઉપાડ બંનેના વ્યવહારોનો સમાવેશ થશે. 

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.