ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India - LIC) એ શુક્રવારે તેના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમ મુજબ હવે એલઆઈસી (LIC) માટે દર શનિવારે જાહેર રજા તરીકે ગણવામાં આવશે. એટલે કે, એલઆઈસી (LIC) ની તમામ શાખાઓ આ દિવસે બંધ રહેશે અને કોઈ પણ પ્રકારનું કામ થશે નહીં. આવી સ્થિતિમાં, તમારે સોમવાર અને શુક્રવારની વચ્ચે તમામ કામગીરી કરવી પડશે.
ક્યાં અધિનિયમ હેઠળ થયા ફેરફારો?
કેન્દ્ર સરકારે આ ફેરફાર નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 (Negotiable Instruments Act 1881) ની કલમ 25 હેઠળ કર્યો છે. એલઆઈસી (LIC) ના આ ફેરફારના કારણે એક લાખથી વધુ કર્મચારીઓને લાભ મળશે.
એલઆઈસી (LIC) ના કર્મચારીઓ માટે મોટી ભેટ: એલઆઈસી (LIC)ના કર્મચારીઓના 1 ઓગસ્ટ, 2017 થી વેતન સુધારણા બાકી છે. આ દરમિયાન, અઠવાડિયામાં વધુ એક રજા મેળવવી એ એલઆઈસી (LIC)ના કર્મચારીઓ માટે આ ખુશખબરી ઓછી નથી. આ અંગે યુનિયનના નેતાઓ સાથેની બેઠક બાદ મેનેજમેન્ટની અંતિમ દરખાસ્ત સરકારને મોકલવામાં આવશે અને નાણાં મંત્રાલય જાહેરનામું બહાર પાડતા પહેલા તેમાં ફેરફાર કરી શકે છે.
એલઆઈસી (LIC) એ ફેક કોલને લઈને ચેતવણી જાહેર કરી.
એલઆઈસી (LIC) એ તેના ગ્રાહકોને ફેક (નકલી) કોલ વિશે ચેતવણી આપી છે. એલઆઈસી દ્વારા આપવામાં આવેલી આ માહિતીને જાણવી તમારા માટે ખૂબ જ મહત્વની છે કારણ કે કેટલાક છેતરપિંડી કરનારાઓ એલઆઈસીના અધિકારીઓ, એજન્ટો અથવા આઈઆરડી (IRDA) ના અધિકારીઓ બનીને ગ્રાહકોને ફોન કરીને છેતરપિંડી કરે છે.
આ પણ વાંચો: LIC ની નવી કન્યાદાન પોલિસી યોજના: જેમાં મળે છે રૂપિયા ૨૭ લાખનો લાભ, જાણો યોજનાની સંપુર્ણ માહિતી
લોકોને ગેરમાર્ગે દોરીને છેતરપિંડી કરવામાં આવી રહી છે.
ગ્રાહકોને વધુ સારું વળતર મળશેે તેવા ખોટા વચનો આપીને તેમની પાસેથી રકમ મેળવી અન્ય સ્થળોએ રોકાણ કરવામાં આવી છે. આવી રીતે, કંપનીના એલઆઈસીના પ્રતિનિધિ (કર્મચારી) ઓ બનીને પોલિસી ધારકોને ગેરમાર્ગે દોરી તેમની પાસેથી પૈસા લઈને ગ્રાહકોની છેતરપિંડી કરે છે. એલઆસીના પોલિસી ધારકોને આવા ફેક કોલથી સાવધાન રહેવું તે ખુબ જરૂરી છે.