khissu.com@gmail.com

khissu

પોસ્ટ ઓફિસનાં ખાતેદારો માટે મોટા સમાચાર: જમા, ઉપાડ, મિનિમમ બેલેન્સ... વગેરે નિયમો બદલાયાં, જાણો બદલાયેલાં નવા નિર્ણયો

જો પોસ્ટ ઓફિસ (Post Office) માં તમારું બચત ખાતું છે અને ઘણીવાર તમે મિનિમમ બેલેન્સ રાખવાનું ભૂલી જાવ છો તો તમારા માટે રાહતના સમાચાર છે. પોસ્ટ ઓફિસ (Post Office) બચત ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ સરકારે તેનો ચાર્જ ઘટાડી દીધોછે.

હવે મિનિમમ બેલેન્સ પર કેટલો ચાર્જ?
નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ પોસ્ટ ઓફિસ (Post Office) બચત ખાતામાં મિનિમમ બેલેન્સ ન જાળવવા પર હવે માત્ર 50 રૂપિયાનો દંડ (GST ની સાથે) લાગુ કરવામાં આવશે, અગાઉ આ દંડ 100 રૂપિયા હતો. પોસ્ટ ઓફિસ (Post Office)ના નિયમોમાં ફેરફાર સેવિંગ્સ એકાઉન્ટ યોજના 2019 ના હેઠળ કરવામાં આવ્યો હતો.

મિનિમમ બેલેન્સ કેટલું જરૂરી?
નિયમો અનુસાર પોસ્ટ ઓફિસના ખાતાધારકોએ પોતાના બચત ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા બેલેન્સ રાખવું જરૂરી છે. જો નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલાં મિનિમમ બેલેન્સ 500 રૂપિયાથી નીચે આવે છે, તો ખાતાધારકને દંડ થશે. અત્યાર સુધી આ દંડ 100 રૂપિયા હતો, જે હવે ઘટાડીને રૂપિયા 50 કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફીસનાં ખાતેદારો માટે ખુશીનાં સમાચાર: હવે પોસ્ટ ઓફિસમાંથી એટલા પૈસા ઉપાડી શકાશે

શું આ એકાઉન્ટ બંધ કરવામાં આવશે?
જો તમારા ખાતામાંથી મેન્ટેનન્સ ફી બાદ કરીને ખાતાની બેલેન્સ શૂન્ય થઈ જાય, તો પછી આ તમારૂ પોસ્ટ ઓફિસ ખાતું આપમેળે બંધ થઈ જશે. આ સિવાય જો પોસ્ટ ઓફિસના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખવામાં આવે તો વ્યાજ પણ ચૂકવવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે ન્યૂનતમ બેલેન્સનો નિયમ સાયલન્ટ (શાંત) ખાતાઓ પર પણ લાગુ પડે છે. સાયલન્ટ એકાઉન્ટ એટલે કે જેમાં સતત ત્રણ નાણાકીય વર્ષોમાં કોઈ પણ વ્યવહાર થયો નથી. મતલબ કે નાણાં જમા કરાવવામાં આવ્યા નથી અને ઉપાડવામાં પણ નથી આવ્યા. 

પોસ્ટ ઓફિસમાં આ માટે પણ દંડ કરવામાં આવશે.
મિનિમમ બેલેન્સ ન જાળવવા માટે દંડ ઉપરાંત પણ વિવિધ પ્રકારના શુલ્ક લેવામાં આવે છે. બચત ખાતામાં મહિનામાં ચાર વખત રોકડ ઉપાડવાની મર્યાદા હોય છે. આ પછી, દરેક ઉપાડ પર 0.50 ટકા અથવા કુલ રકમના 25 રૂપિયા ફી લેવામાં આવે છે. મૂળભૂત બચત ખાતા સિવાય, જો તમારી પાસે બચત ખાતું અથવા ચાલુ ખાતું છે, તો તમે વધારાના ચાર્જ (દંડ) વગર દર મહિને 25,000 રૂપિયા ઉપાડી શકો છો. તે પછી, તમારે દરેક ઉપાડ પર કુલ રકમના 0.50 ટકા અથવા ઓછામાં ઓછા 25 રૂપિયા ફી લેવામાં આવશે.

પૈસા જમા કરાવવા માટે પણ દંડ: જો તમે એક મહિનામાં 10,000 રૂપિયા સુધીની કેશ ડિપોઝિટ કરો છો, તો કોઈ ચાર્જ લાગશે નહીં. આ મર્યાદા પુર્ણ થયા પછી, દરેક વ્યવહાર પર 20 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. આ સિવાય મિનિ સ્ટેટમેન્ટ મેળવવા માટે તમારે મિનિમમ 1 રૂપિયો અને વધુમાં વધુ 20 રૂપિયા ચૂકવવા પડશે.