khissu

SBI ના ગ્રાહકો માટે મોટાં સમાચાર: આવતી કાલે બેંકની આ સેવાઓ કામ નહીં કરે, જાણી લો નહીંતર કામ અટવાઈ જશે

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India- SBI) એ તેના 44 કરોડ ખાતાધારકો માટે મહત્વની માહિતી બહાર પાડી છે. બેંકે ટ્વિટ કરીને તેના ગ્રાહકોને ચેતવણી આપી છે અને તેમને બેંકિંગ સંબંધિત કામો તેમની જરૂરિયાત મુજબ અગાઉથી પતાવવાની અપીલ કરી છે. બેંકે પોતાના ગ્રાહકો માટે આ મહત્વની માહિતી જારી કરી છે અને કહ્યું છે કે બેંકની કેટલીક મહત્વની સેવાઓ કાલે બંધ રહેશે.

હકીકતમાં, એસબીઆઈએ ટ્વિટર પર જણાવ્યું હતું કે સિસ્ટમ મેન્ટેનન્સને કારણે બેંકની કેટલીક સેવાઓ 6 અને 7 ઓગસ્ટ દરમિયાન બંધ રહેશે. આ સેવાઓમાં ઇન્ટરનેટ બેન્કિંગ (Internet Banking), યોનો (Yono), યોનો લાઇટ (Yono Lite) અને યુપીઆઇ (Unified Payments Interface- UPI) સેવાનો સમાવેશ થશે. SBI એ એક ટ્વીટ દ્વારા કહ્યું કે આ સેવાઓ 6 અને 7 ઓગસ્ટની રાત્રે 10:45 થી 1.15 (150 મિનિટ) સુધી બંધ રહેશે. 

SBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંક આજે તેના UPI પ્લેટફોર્મને અપગ્રેડ કરશે, જેથી ગ્રાહકનો અનુભવ સુધારી શકાય એટલા માટે છે. આ દરમિયાન યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન ગ્રાહકો માટે બંધ રહેશે.

આ પહેલા પણ આ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
જુલાઈ મહિનામાં જ બે વખત આવું બન્યું છે જ્યારે મેન્ટેનન્સના કારણે SBI એ કામ કરવાનું બંધ કરી દીધું હોય. જો કે, દર વખતે આ પ્રક્રિયા રાત્રે ચાલે છે, તેથી બેંકના ગ્રાહકોને ઓછી અસર કરે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ 16 અને 17 જુલાઈના રોજ બેંકે 10.45 થી 1.15 વાગ્યા સુધી આ સેવાઓ બંધ કરી દીધી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંકની આ મેન્ટેનન્સ પ્રકિયા તમામ ઓનલાઇન પ્લેટફોર્મને સુરક્ષિત અને સ્માર્ટ બનાવશે. એસબીઆઈ દ્વારા તાજેતરમાં જ સિક્યોરિટી ફીચર સિમ બાઈન્ડિંગ (SIM Binding) ને યોનો અને યોનો લાઈટમાં મજબૂત સુરક્ષા માટે ઉમેરવામાં આવ્યું છે. આ નવી પદ્ધતિઓ સાથે, બેંક ગ્રાહકોને ઓનલાઇન અથવા ડિજિટલ છેતરપિંડીથી બચાવવાનું લક્ષ્ય ધરાવે છે. 

SBI ની દેશમાં 22,000 થી વધુ શાખાઓ છે.
દેશની સૌથી મોટી બેંક SBI ની 22,000 થી વધુ શાખાઓ અને 57,889 ATM છે.  31 ડિસેમ્બર, 2020 ના રોજ ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા અનુક્રમે 85 મિલિયન અને 19 મિલિયન છે. તેમજ, બેંકના UPI નો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યા 135 મિલિયન છે.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.