khissu

આવતી કાલે મોટો ખુલાસો: VTV માં રાજીનામાં બાદ ઈસુદાન ગઢવી એ જણાવી મોટી માહિતી

ગુજરાતમાં ગરીબ, મજૂર અને ખેડૂતના સાવજ અને નીડર પત્રકાર કહેવાતાં દ્વારકા જિલ્લાનાં ખંભાળિયા તાલુકાનાં માળી ગામનાં ઈસુદાનભાઈ ગઢવી છેલ્લાં 5 વર્ષથી ગુજરાતની પ્રખ્યાત VTV ન્યૂઝ ચેનલ માં હેડ તરીકેની જવાબદારી સંભાળતા હતા. મહત્ત્વની વાત તો એ છે કે તેઓ મહામંથન ડીબેટમાં ગરીબ, મધ્યમ, ખેડૂત અને મજૂરનાં તટસ્થ પ્રશ્નો લાવી જાગૃકતાનું કામ કરતા હતા જેથી વૃદ્ધ થી યુવાન સુધી લોકપ્રિય થયા હતા. પરંતુ ગઈકાલે ૦૧-૦૬-૨૦૨૧ નાં રોજ અચાનક સમાચાર મળ્યાં કે ઈસુદાન ભાઈએ VTV માંથી રાજીનામું આપી દીધું છે. આ અચાનક રાજીનામાં નાં સમાચાર થી તેમનાં ચાહકોમાં અનેક અટકળો ઉભી થઈ હતી, જેથી અટકળો નાં સમાધાન માટે આજે ઈસુદાન ભાઈએ પોતાનાં ફેસબુક એકાઉન્ટ માહિતી આપી જણાવ્યું હતું કે “મિત્રો, મારા રાજીનામાં ની વાત થી આખું ગુજરાત જાણે મારા હાલ પૂછી રહ્યું છે એ જાણી ને એ વાત નો આનંદ થયો કે ઈશ્વર સત્ય ની સાથે છે. એટલું જ નહીં ઘણાં મિત્રો ના સોશ્યિલ મીડિયા માં એવી પણ વાત આવી કે ઈસુદાન ભાઈ ગરીબો, વંચિતો, ખેડૂતો નો હવે કોણ? જોકે સૌ નું ઈશ્વર છે, પ્રભુ જ નિમિત્ત બનાવે છે પણ એ વાતે જરા પણ નિરાશ ના થાવ! ટાઇગર અભી જિંદા હૈ! કાલે રાત્રે હું સૌ તમારા જેવા મારા આત્મા જેવા ચાહકો ની માંગ ને લઇ ને કાલે 8 કલાકે રાત્રે ફેસબૂક પર લાઈવ થઈશ અને તમારી સાથે વાતો શેર પણ કરીશ અને લાગણીઓ પણ...કાલે રાત્રે 8 વાગે ફેશબુક પર મળીશું ..બીજા ગ્રુપ અને મિત્રો ને જાણ કરી દેજો ..અને હા ફરીથી કહું છું જનતા માટે હવે જીવવું છે અને મરવુ છે...એટલે ટાઇગર અભી" ( facebook post- isudan gadhvi)

VTV છોડ્યા બાદ ઈસુદાનભાઈ નો ઈશારો દર્શાવે છે કે તેઓ 16 વર્ષનાં પત્રકારત્વ કારકિર્દી છોડી નવાં લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યા છે. તેઓ પોતાના ભાવિ આયોજન અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે. તેઓએ મહામંથન કાર્યક્રમ થી દર્શકો માં લોકપ્રિયતા મેળવી હતી. જોકે હાલ એવી ચર્ચા પણ થઈ રહી છે કે ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટી નો ચેહરો બનશે. તો કોઈ કહી રહ્યું છે કે CM બનાવા માટેનાં પગલાં છે. મતલબ સોશિયલ મીડિયામાં ઈસુદાનભાઈ પર રાજકારણ ચાલી રહ્યું છે. ત્યારે ઈસુદાન ગઢવી રાજનીતિમાં જોડાશે કે કેમ એવી સોશિયલ મીડિયાની અટકળો આવતીકાલે ખુલશે. જાણીતી Vtv ચેનલનાં સર્વોચ્ચ પદે થી રાજીનામું આપ્યા બાદ જાણીતા ગુજરાતી ન્યૂઝ એંકર ઈસુદાન ગઢવી આવતી કાલે (3 જૂને) સાંજે 8 વાગે ફેસબુક થી લાઈવ થશે. Live video જોવા એમના પેજ પર જવું- અહીં ક્લિક કરો.
ઈસુદાન ભાઈ ના રાજીનામાં ઉપર તમારાં મંતવ્ય નીચે કોમેન્ટ કરી જરૂર જણાવશો. શું આ રાજકારણ સ્ટંટ છે? શું vTv સાથે ઝગડો થયો? કોઈ અંગત પ્રશ્નો?