khissu

બાઇક ચાલકો જાણી લો: 6 જાન્યુઆરી થી નવો નિયમ, નહીં જાણો તો દંડ ભરવો પડશે

ગાંધીનગર વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી તરફથી જાણવા મળ્યું છે કે ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા માટે 6 જાન્યુઆરી થી હેલમેટ માટે નવો નિયમ લાગુ થશે. જેમાં હવે IS 4151 (SIS standard માર્ક વાળું) વગરનું હેલમેટ માન્ય ગણવામાં આવશે નહીં અને જો એ સિવાઈ બીજું હેલ્મેટ પહેર્યું હશે તો ચલાવવામાં આવશે નહીં અને એ વ્યક્તિએ દંડ ભરવો પડશે. 

માટે જ્યારે નવું હેલ્મેટ ખરીદો ત્યારે હેલમેટ ઉપર IS 4151 લખેલું હોય એવું ખરીદજો. Helmet માં કોઈપણ જગ્યાએ એટલે કે ઉપર, નીચે, સાઇડમાં કે આગળ IS-4151 (SIS નો માર્કો) હોવો જરૂરી છે. 

આ નિયમનો અમલ ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા માં કડડ રીતે કરવામાં આવે એવા આદેશ આપવામાં આવ્યા છે.

નવાં વાહન નિયમો (MOTOR VEHICLE ACT 2020) મુજબ હેલ્મેટ નાં પહેર્યું હોય એવા વ્યક્તિ પાસેથી 500 રુપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે.