લોકો જે ઘડીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ઘડી હવે આવી ગઈ છે. આજે રાજ્યની ૬ મહાનગર પાલિકાઓની મતગણતરી થઈ રહી છે જોકે મતદાન ખૂબ ઓછું થયું હતું પણ તેમ છતાં ભાજપ આગળ દેખાઈ રહ્યું છે. મતગણતરીની શરૂઆતમાં સૌપ્રથમ તો પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી થઈ હતી.
રાજ્યની ૬ મહાનગરપાલિકાઓમાં સરેરાશ ૪૨.૬૭% મતદાન થયું હતું જે ખૂબ જ ઓછું હતું જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો પર ૪૨.૩૦% મતદાન થયું, રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો પર ૪૭.૨૭%, ભાવનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો પર ૪૩.૬૭%, વડોદરા મહાનગરપાલિકાના ૧૯ વોર્ડની ૭૬ બેઠકો પર ૪૩.૫૩%, સુરત મહાનગરપાલિકાના ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો પર ૪૩.૮૨%, જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકો પર ૫૧.૩૭% મતદાન થયું.
જોકે મતગણતરી ચાલી રહી છે જેમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. ભાજપે ૬ મહાનગરપાલિકા પૈકી પાંચ મહાનગરપાલિકાઓમાં જીત મેળવી લીધી છે. ૬ મહાનગરપાલિકાની ૫૭૬ બેઠાકોમાંથી ૪૦૧ બેઠક પર ભાજપે ભગવો ઝંડો લહેરાવ્યો છે. જોકે ગત ચૂંટણીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે ગત વર્ષ ૨૦૧૫ માં ભાજપે ૩૮૯ બેઠક પર જીત હાંસલ કરી હતી.
કઈ મહાનગરપાલિકાઓમાં કોણ આગળ અને કેટલા મતથી આગળ :
અમદાવાદમાં કુલ ૧૯૨ બેઠકો પૈકી ૧૩૦ બેઠકોમાં ભાજપ આગળ અને ૧૬ બેઠક પર કોંગ્રેસ જ્યારે ૨ બેઠક અન્ય, સુરતમાં કુલ ૧૨૦ બેઠકો પૈકી ૯૯ બેઠકોમાં ભાજપ આગળ અને ૦ બેઠક પર કોંગ્રેસ જ્યારે ૨૩ બેઠક અન્ય, જામનગરમાં કુલ ૬૪ બેઠકો પૈકી ૫૦ બેઠકોમાં ભાજપ આગળ અને ૧૧ બેઠક પર કોંગ્રેસ જ્યારે ૩ બેઠક અન્ય, રાજકોટમાં કુલ ૭૨ બેઠકો પૈકી ૬૪ બેઠકોમાં ભાજપ આગળ અને ૪ બેઠક પર કોંગ્રેસ જ્યારે ૦ બેઠક અન્ય, વડોદરામાં કુલ ૭૬ બેઠકો પૈકી ૬૯ બેઠકોમાં ભાજપ આગળ અને ૭ બેઠક પર કોંગ્રેસ જ્યારે ૦ બેઠક અન્ય, ભાવનગરમાં કુલ ૫૨ બેઠકો પૈકી ૪૪ બેઠકોમાં ભાજપ આગળ અને ૮ બેઠક પર કોંગ્રેસ જ્યારે ૦ બેઠક અન્ય.