khissu

BSNL લાવ્યું Jio કરતાં સસ્તો પ્લાન, ખાલી આટલા રૂપિયામાં 1GB દૈનિક ડેટા અને અનલિમિડેટ કૉલિંગ

BSNL recharge plan: સરકારી ટેલિકોમ કંપની BSNL સૌથી સસ્તો ડેટા અને કોલિંગ રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાન Jioની સરખામણીમાં અડધી કિંમતે આવે છે. જો ફાયદાની વાત કરીએ તો BSNLના આ પ્લાનમાં જિયોની જેમ વેલિડિટી અને કોલિંગ ઉપલબ્ધ છે. 

અમે જે રિચાર્જ પ્લાનની ચર્ચા કરી રહ્યા છીએ તે BSNLનો રૂ. 108 રિચાર્જ પ્લાન છે, જે સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્લાનની કિંમત Jio કરતા અડધી છે

જો આપણે Jioની સરખામણીમાં BSNLના રૂ. 108ના રિચાર્જની વાત કરીએ, તો BSNLનો રૂ. 108નો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં તમને દરરોજ 1 જીબી ડેટા સાથે અમર્યાદિત કોલિંગની સુવિધા આપવામાં આવે છે. 

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

જો કે, આ પ્લાનમાં તમને SMSની સુવિધા નથી મળતી. આ હોવા છતાં, જો તમે SMS મોકલો છો, તો તમારી પાસેથી પ્રતિ લોકલ મેસેજ 80 પૈસા લેવામાં આવશે. ઉપરાંત, રાષ્ટ્રીય સંદેશાઓ માટે, તમારે પ્રતિ સંદેશ 1.20 પૈસા ચૂકવવા પડશે.

તમારે Jio માટે બમણી કિંમત ચૂકવવી પડશે

જો આપણે Jio વિશે વાત કરીએ, તો 1 GB દૈનિક ડેટા અને 28 દિવસની વેલિડિટી અને અમર્યાદિત કૉલિંગ સાથે Jioના પ્લાનની કિંમત 209 રૂપિયાથી શરૂ થાય છે. 

એટલે કે તેની કિંમત BSNL કરતા બમણી છે. પરંતુ Jioના રિચાર્જમાં દરરોજ ફ્રી 100 SMSની સુવિધા સાથે Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.