બોલીવૂડ / 'RRR' ફિલ્મનો 'રામમ રાઘવમ' મ્યુઝિક વીડિયો રિલીઝ, એક કલાકમાં જ મળ્યા ૬ લાખથી પણ વધુ વ્યુ

બોલીવૂડ / 'RRR' ફિલ્મનો 'રામમ રાઘવમ' મ્યુઝિક વીડિયો રિલીઝ, એક કલાકમાં જ મળ્યા ૬ લાખથી પણ વધુ વ્યુ

એસ.એસ.રાજામૌલીની 'RRR' ફિલ્મ આજકાલ ઘણી લોકપ્રિય બની ગઈ છે. આ ફિલ્મના ટ્રેલરે બધાના હોશ ઉડાવી દીધા છે ત્યારે હવે આ ફિલ્મના ગીતો પણ તમને એ જ રીતે ચોંકાવી રહ્યા છે. થોડા સમય પહેલા જ ટી-સિરીઝની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર ફિલ્મ 'રામમ રાઘવમ'નો મ્યુઝિક વીડિયો રિલીઝ થયો હતો. આ મ્યુઝિક વીડિયોના ગીતો કે શિવ દત્તાએ લખ્યા છે. આ ફિલ્મમાં એનટીઆર, રામ ચરણ, અજય દેવગણ, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ, સમુથિરાકાની, એલિસન ડુડી, રે સ્ટીવન જોવા મળશે.

રાજામૌલીએ કર્યુ આ ફિલ્મનું દિગ્દર્શન:
આ ફિલ્મની પટકથા અને દિગ્દર્શન એસ.એસ.રાજામૌલીએ કર્યું છે. લોકો હવે મોટા પડદા પર આ ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. રાજામૌલીની અગાઉની ફિલ્મોને પણ લોકોનો સારો એવો આવકાર મળ્યો છે. તાજેતરમાં જ ફિલ્મની સ્ટાર કાસ્ટ 'ધ કપિલ શર્મા શો'માં ગઈ હતી. આ ફિલ્મના પ્રમોશન માટે બધા ત્યાં પહોંચ્યા હતા. હાલ ફિલ્મનું પ્રમોશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ શો દરમિયાન કપિલ શર્માએ ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજામૌલીને ફિલ્મના ટાઇટલ પાછળનું કારણ પૂછ્યું હતું. ત્યારે આ સવાલના જવાબમાં રાજામૌલીએ કહ્યું હતું કે, અમને શરૂઆતમાં ખબર નહોતી કે ફિલ્મનું ટાઇટલ શું રાખવું? તેથી અમને લાગ્યું કે આ પ્રોજેક્ટને 'RRR' તરીકે આગળ વધારવો જોઈએ - રામ ચરણ, રામા રાવ (જુનિયર એનટીઆર) અને રાજામૌલી. અમે તેનો હેશટેગ RRR લોન્ચ કર્યો હતો અને તેના પર પ્રેક્ષકોની પ્રતિક્રિયા જબરદસ્ત હતી તેથી અમે આ જ ટાઇટલ રાખ્યું.

દિગ્દર્શક એસ.એસ.રાજામૌલીએ કોરોનાના કેસોમાં વધારો અને લોકો પરના પ્રતિબંધો ફરીથી શરૂ કરવા છતાં 7 જાન્યુઆરીના રોજ ફિલ્મ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મની ચર્ચા ગયા વર્ષથી થઈ રહી છે. એસ.એસ.રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી' બાદ લોકોની અપેક્ષાઓ તેની પાસેથી વધી છે. આ ફિલ્મે લોકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. આવકની બાબતમાં પણ આ ફિલ્મે ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી હતી. ત્યારે હવે આ ફિલ્મ પણ તેવો જ જાદુ વિખેરે તેવી આશા છે.