khissu

જાણો આજની મહત્વની અપડેટ ટુંકમાં: સહકારી મંડળીઓને ચેતવણી, ખેડૂત સમાચાર વગેરે માહીતી એક ક્લીકમાં

સરકારનો ક્રિપ્ટોકરન્સી પર નિર્ણય: સરકાર ક્રિપ્ટોકરન્સી પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકાર સંસદના શિયાળુ સત્રમાં આ માટે બિલ લાવશે.સરકાર ક્રિપ્ટોકરન્સી ટેક્નોલોજીના ઉપયોગ અંગે થોડી છૂટછાટ પણ આપી શકે છે. આ બિલમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) વતી સરકારી ડિજિટલ ચલણ ચલાવવા માટે એક માળખાની જોગવાઈ હશે. સરકાર દ્વારા લોકસભાના બુલેટિનમાં આ બિલની માહિતી આપવામાં આવી છે. 

ખેડૂત સમાચાર: દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનો પાક લેવાતો હોવાથી ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજય સરકારે ૨૦ કિલોના ટેકાના ભાવ રૃા.૩૮૮ ખરીદવાનો આદેશ કર્યો છે. આ આદેશની સાથે જ છેલ્લા એક મહિનાથી જે જે ખેડુતોએ ડાંગર વેચાણ કરવુ હોય તે માટે ખેડુત પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લા થઇને 9 સરકારી ગોડાઉન પર ડાંગર ખરીદવાની વ્યવસ્થા કરાઇ છે. પરંતુ એક મહિનાથી ડાંગર ભરવા માટે જે ગુણોની જરૃર પડતી હોય છે. તે ગુણો જ સેન્ટરો પર નહીં મોકલાવતા ખેડુતો ડાંગર વેચી નહીં શકતા હોવાથી ખેડુતોને ભારે નુકસાન થઇ રહ્યુ છે.

ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ: ગુજરાતમા જલ્દી જ  એર એમ્બ્યુલન્સ સેવા શરૂ થશે એવી જાહેરાત કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કરી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય એવીએશન વિભાગની બેઠકમાં આ માટે રજૂઆત થઈ જતી જેને મંજુરી મળી ગઇ છે. 109 એમ્બ્યુલન્સ આગમી સમયમાં શરૂ થશે.

રિચાર્જમાં ભાવ વધારો: એરટેલ બાદ હવે vi એ પણ તેના પ્રીપેડ રીચાર્જ માં વધારો કર્યો છે. Vi કંપનીનો સૌથી સસ્તો પ્લાન 79 રૂપિયાનો હતો જેના હવે 99 રૂપિયા થઈ ગયા છે. તો 149 રૂપિયાના પ્લાનનાં 179 રૂપિયા થઈ ગયા છે. બીજો એક પ્લાન હતો જે 699 રૂપિયાનો હતો તે પણ હવે 839 રૂપિયાનો થઈ ગયો છે.

આરબીઆઇ ની ચેતવણી: દેશમા અનેક સહકારી મંડળીઓ પોતાના નામમાં બેન્ક શબ્દનો ઉપયોગ કરે છે. જેથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સહકારી મંડળીઓને ચેતવણી આપી છે કે તે બેન્ક શબ્દનો ઉપયોગ ન કરી શકે. જે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 7 નુ ઉલ્લંઘન છે. વધુમાં આરબીઆઇ એ જણાવ્યું છે કે મંડળીઓ પાસે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ લાઇસન્સ હોવું જરૂરી છે