કોરોના નાં વધતા કેસોની વચ્ચે ગુજરાત સરકાર એ વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો છે. આ વર્ષે ધોરણ 10 નાં વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ પહેલા ધોરણ 1 થી 9 અને 11 માં ધોરણ ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે તેની વચ્ચે તમામ રાજ્ય સરકાર આ જ નિર્ણય લઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે હાલની કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈને ચાલુ શૈક્ષણિક વર્ષના દસમા ધોરણનાં નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શિક્ષણ બોર્ડ (The Gujarat Secondary and Higher Secondary Education Board- GSEB) આ નિર્ણય પહેલા ૧૫ એપ્રિલે ધોરણ 10 અને 12 ની પરીક્ષા સ્થગિત કરી દીધી હતી. ધોરણ 12 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવું કે નહિ તેના પર ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
GSEB એ ધોરણ 10 અને 12 ની પરીક્ષા 10 મે થી 25 મે ની વચ્ચે નિર્ધારિત કરી હતી. પરંતુ દેશમાં કોરોના મહામારી ની બીજી લહેર ચાલુ હોવાથી પરીક્ષા નું આયોજન થઈ શકે તેમ નથી. ગુજરાત સરકારે આ અગાઉ ધોરણ 1 થી 9 અને 11 માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરી દેવાયા હતા. ત્યારબાદ હવે ધોરણ 10 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેથી હવે ધોરણ 10 નાં વિદ્યાર્થીઓને પરિક્ષા આપ્યા વગર જ 11 માં ધોરણમાં પ્રવેશ મળશે.
10,997 શાળાઓના વિધાર્થીઓને માસ પ્રમોશન :- આ નિર્ણયના લીધે ગુજરાત રાજયની 1276 સરકારી શાળા, 5325 ગ્રાન્ટ ઈન એઈડ શાળા, 4331 સેલ્ફ ફાઈનાન્સ અને અન્ય 45 શાળાઓ મળી કુલ 10,997 શાળાઓના ધોરણ 10 ના રેગ્યુલર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.
GSEB નાં માસ પ્રમોશન માં ગાઇડલાઈન્સ મુજબ ધોરણ 9 અને 11 ધોરણના વિદ્યાર્થીઓની માર્કશીટ માં "COVID - 19 નાં કારણે પરીક્ષા લેવામાં આવી ન હતી" નો ઉલ્લેખ કરવામાં આવશે. ગુજરાત સરકારે સ્કૂલના વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશન પણ આપી દીધું છે. ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન 6 જૂન સુધી રહેશે અને શૈક્ષણિક વર્ષ જૂનથી શરૂ કરવામાં આવશે.
રીપીટર વિદ્યાર્થીઓનું શું?
રાજ્ય સરકાર નાં આ નિર્ણય થી ધોરણ 10 નાં રેગ્યુલર વિધાર્થીઓને માસ પ્રમોશન મળશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે કોર કમિટી ની બેઠકમાં મુખ્યમંત્રી એ નિર્ણય કર્યો છે કે ધોરણ 10 ની પરીક્ષામાં બેસનાર રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. રીપીટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે ધોરણ 10 માં પરીક્ષાની તક આપવામાં આવી હતી પરંતુ તેઓ પરીક્ષા પાસ કરી શક્યા નથી.
આવી વધારે માહિતી માટે અમારી Khissu એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો.