Breaking: 11 હજાર ગ્રામ પંચાયતમાં ચૂંટણીને લઈને મોટાં સમાચાર

Breaking: 11 હજાર ગ્રામ પંચાયતમાં ચૂંટણીને લઈને મોટાં સમાચાર

ગુજરાતમાં આવનારા દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં ૧૧ હજાર કરતા વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ડિસેમ્બર મહિનાના બીજાં અઠવાડિયામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થશે. 

સરકારે શું લીધો નિર્ણય?
ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વિપક્ષ પાર્ટી કોંગ્રેસની જેમ માંગ હતી તે મુજબ આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર એવીએમ મશીનની અસત હોવાને કારણે બેલેટ પેપરથી ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવશે. બેલેટ પેપરથી ચૂંટણીની પ્રક્રિયા યોજવા માટેની કાર્યવાહી ચૂંટણીપંચ હાથ ધરી દીધી છે.

ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ઉમેદવારીપત્ર ભરી શકાશે અને ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થશે. ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં ચૂંટણી યોજાશે. નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં તારીખો જાહેર થઈ શકે છે. રાજ્યની 10,000 કરતાં વધારે ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે, જ્યારે 1000 ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અને ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ તડામાર ચાલુ થઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસોમાં વધારે માહિતી બહાર પાડવામાં આવશે.