BREAKING NEWS: ધો.10 માટે મૂલ્યાંકન પદ્ધતી થઈ નક્કી, જાણો વિદ્યાર્થીને ફાયદો થશે કે નુકશાન?

BREAKING NEWS: ધો.10 માટે મૂલ્યાંકન પદ્ધતી થઈ નક્કી, જાણો વિદ્યાર્થીને ફાયદો થશે કે નુકશાન?

ગુજરાત શિક્ષણ વિભાગ નિયમો બનાવીને બદલી નાખવામાં ખૂબ પ્રખ્યાત છે. એક દિવસ મોટી જાહેરાત કરે અને બીજા દિવસે ફેરવી નાખે. આજે ધોરણ 10નાં વિદ્યાર્થીઓ માટે નવા એક સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10નાં વિદ્યાર્થીઓના પરિણામ માટે મૂલ્યાંકન પદ્ધતિ નક્કી કરવામાં આવી છે, જેમાં બે પ્રકારની મૂલ્યાંકન પદ્ધતિ છે. એક 80 માર્કની મૂલ્યાંકન પદ્ધતિ અને બીજી 20 માર્કની મૂલ્યાંકન પદ્ધતિ એમ કુલ મળીને 100 માર્કસનુ મૂલ્યાંકન કરવાનું રહેશે. આ પદ્ધતિ ફકત ધોરણ 10નાં નિયમિત વિદ્યાર્થીઓ માટે જ છે. રીપીટર વિદ્યાર્થીઓ ની પરીક્ષા કોરોનાની સ્થિતિ હળવી થયા બાદ લેવામાં આવશે. 

⁠⁠⁠⁠⁠ધોરણ 10નાં વિધાર્થીઓને ધોરણ 9નાં પરિણામ મુજબ માર્ક્સ આપવામાં આવશે. ધોરણ 9ની પ્રથમ, દ્વિતીય અને અંતિમ પરીક્ષા સહિત ધોરણ 10નાં વર્ષ દરમિયાન ઓનલાઇન હાજરી પ્રમાણે વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવામાં આવશે. રાજ્ય સરકારની 11સભ્યોની કમિટી ની બેઠક આવતા અઠવાડીએ મળશે. 

આમ, વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશન આપવામાં નહિ આવે અને ધોરણ 9 અને 10ની અલગ અલગ પરીક્ષાઓને આધારે આપવામાં આવશે. તેમજ આ પરિણામ જૂનના અંતિમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. ધોરણ 12નાં પરિણામ માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર નાં નિયમ એટલે કે CBSE ની ગાઈડલાઈન નો અમલ કરશે.

જે વિદ્યાર્થીને 80 માંથી 26 માર્ક્સ અને 20 માંથી 7 માર્ક્સ પણ ન મળે તો પણ તેને પાસ કરી નાખવામાં આવશે. તેની માર્કશીટમાં કવોલીફાઈડ ફોર સેકેન્ડરી સ્કુલ સર્ટિફિકેટ લખવામાં આવશે. 8.60 લાખ વિધાર્થીઓ ધોરણ 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે.