khissu

આ નવરાત્રિમાં ઘરે લાવો 4K ગૂગલ ટીવી, એ પણ સસ્તી કિંમતમાં

 તહેવારોની આ સીઝનમાં જો તમે તમારા ઘરે એક શાનદાર 4k ટીવી લાવવા માંગતા હોવ તો આ સમાચાર ફ્કત તમારા માટે જ છે. કારણ કે આજે અમે લઈને આવ્યા છીએ એક ધસ્સુ ટીવી વિશે. તો આવો જાણીએ માહિતી.

આ પણ વાંચો: 1 ઓક્ટોબરથી આ 4 નિયમોમાં થશે ફેરફાર, જાણી લો કયા છે આ નિયમો અને શું થશે ફેરફાર?

કંપનીએ ભારતીય યુઝર્સ માટે તેની U62 ટીવી સીરીઝ લોન્ચ કરી છે. આ કેટેગરીમાં ચાર સાઇઝ છે – 43 ઇંચ, 50 ઇંચ, 55 ઇંચ અને 65 ઇંચ ટીવી.

iFFALCON 4K Google TV
iFFALCON એ તેની નવી સ્માર્ટ ટીવી કેટેગરી ભારતમાં લોન્ચ કરી છે. કંપનીની આ નવી સીરીઝમાં 43 થી 65 ઇંચનું શાનદાર 4K ગૂગલ ટીવી આવે છે. આમાં, તમને ડોલ્બી અવાજ સાથે ઘણી શાનદાર સુવિધાઓ મળશે.

43 ઇંચના ટીવીની કિંમત 25,999 રૂપિયા છે અને 50 ઇંચના વેરિયન્ટની કિંમત 28,899 રૂપિયા છે. ટીવીના 55 ઇંચ વેરિઅન્ટની કિંમત 33,999 રૂપિયા છે. તે જ સમયે, તમારે 65 ઇંચના ટીવી માટે 52,999 રૂપિયા ખર્ચવા પડશે. કંપનીની આ નવી સીરિઝનું ટીવી તમે ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો.

ટીવીમાં, કંપની 3840×2160 પિક્સલ રિઝોલ્યુશન સાથે 4K ડિસ્પ્લે ઓફર કરી રહી છે. ટીવીમાં આપવામાં આવેલ આ ડિસ્પ્લે HDR ને સપોર્ટ કરે છે અને તેનું પીક બ્રાઈટનેસ લેવલ 280 nits છે.

કંપની ઉત્તમ પિક્ચર ક્વોલિટી માટે ડાયનેમિક કલર એન્હાન્સમેન્ટ અલ્ગોરિધમ પણ ઓફર કરી રહી છે. થ્રી-સાઇડ બેઝલ-લેસ ડિઝાઇન આ ટીવીને વધુ પ્રીમિયમ બનાવે છે.

મજબૂત અવાજ માટે, તેમાં ડોલ્બી ઓડિયો સાથે ડ્યુઅલ સ્પીકર્સ આપવામાં આવ્યા છે, જે 24 વોટનું સાઉન્ડ આઉટપુટ આપે છે. ટીવી સાથે ઓફર કરવામાં આવેલ વૉઇસ સક્ષમ રિમોટમાં તમને Netflix, પ્રાઇમ વિડિયો અને YouTube માટે સમર્પિત બટનો મળશે.

આ પણ વાંચો: રસપ્રદ/આ વસ્તુ શું છે અને તેનું કાર્ય શું છે, તે ફેક્ટરીઓની છત પર શા માટે લગાવવામાં આવે છે? જાણી માહિતી

નવા ટીવી 2GB રેમ અને 16GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. આમાં, કંપની ડ્યુઅલ-કોર GPU સાથે ક્વાડ-કોર પ્રોસેસર ઓફર કરી રહી છે. બિલ્ટ-ઇન ક્રોમકાસ્ટ અને ગૂગલ આસિસ્ટન્ટથી સજ્જ આ ટીવી ગૂગલ ટીવી ઓએસ પર કામ કરે છે