khissu

ધાર્મિક / નવા વર્ષના દિવસે લાવો આ છોડ ઘરે, ચુંબકની જેમ ખેંચાઈ આવશે પૈસા

આ નવું વર્ષ આપ સૌ ના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે તેવી આપ સૌ ને શુભેચ્છા. જ્યોતિષશાસ્ત્રમાં ઘણી એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તમારા આવનાર જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે અને તેને હમેંશા માટે જાળવી રાખે ત્યારે આજે આ લેખમાં પણ આપણે અમુક એવી વસ્તુઓ વિશે જાણીશું, જેને ઘરે લાવવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આજે આપણે અમુક એવા છોડ વિશે જાણીશું, જેને આજના દિવસે ઘરે લાવીને રોપવામાં આવે તો આખું વર્ષ આપણા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય અને ક્યારેય પણ ઘરમાં ધનની અછત ના સર્જાય.

તુલસી : 
હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીનો છોડ એક રીતે લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કોઈ પ્રકારની નકારાત્મક ઊર્જા હોય તો આ છોડમાં તેનો નાશ કરવાની શક્તિ છે પરંતુ, એ વાતની ખાસ કાળજી રાખવી કે, તુલસીનો છોડ ઘરના દક્ષિણ ભાગમાં ન લગાવવો જોઈએ કારણકે, તેનાથી તમને ફાયદાને બદલે ઘણું નુકસાન થઈ શકે છે. દરરોજ સવાર-સાંજ તેની પૂજા કરવી જોઈએ. માન્યતાઓ અનુસાર રોજ સાંજે તુલસીના છોડમાં દીવા પ્રગટાવવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારું ઘર ધન-ધાન્યથી ભરી દે છે.

મની પ્લાન્ટ : 
ઘરમા મની પ્લાન્ટ લગાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરની અગ્નિ દિશામાં મની પ્લાન્ટ પ્લાન્ટ લગાવવો એ ખુબ જ શુભ માનવામાં આવે છે. આ છોડને આ દિશામાં રોપવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને આર્થિક સ્થિતિ સુધરે છે. ધ્યાનમાં રાખો કે મનીપ્લાન્ટ ઘરે દક્ષિણ-પૂર્વ દિશામાં રોપવામાં આવે છે.

શમી : 
તુલસીની જેમ શમીનો છોડ પણ એકદમ શુભ માનવામાં આવે છે. અમુક માન્યતા મુજબ તમામ દેવી-દેવતાઓ શમીના ઝાડમાં રહે છે. શનિદોષ દૂર કરવા માટે ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુ શમીવૃક્ષ વાવવું જોઈએ. આ ઉપરાંત શમીના વૃક્ષ પર સરસવના તેલના દીવા નિયમિત રીતે પ્રગટાવવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે.

શ્વેતાર્ક : 
શ્વેતાર્ક એટલે કે ક્રાઉન ફ્લાવરને ગણપતિનો છોડ પણ માનવામાં આવે છે. આને ઘરમાં લગાવવાથી તમારા ઘરની સુખ-સમૃદ્ધિમાં એકાએક વૃદ્ધિ થવા લાગે છે.

કૃષ્ણકાંતની વેલ : 
કૃષ્ણકાંતની વેલ પણ ઘરમાં રોપવા માટે શુભ માનવામાં આવે છે. તેમાં વાદળી ફૂલો હોય છે. આ છોડને પણ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી તમારી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવે છે. 

આમળા : 
આમળાનું વૃક્ષ પણ એકદમ શુભ માનવામાં આવે છે. આ વૃક્ષમાં પણ દેવી-દેવતાઓ વસે છે. ઘરમાં આમળાનું વૃક્ષ વાવીને નિયમિત રીતે દીવો પ્રગટાવવામાં આવે તો ભગવાન નારાયણ અને માતા લક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે.