તમે ગાયના છાણના ઉપયોગના ફાયદાઓ વિશે ઘણું સાંભળ્યું હશે. ગાયના છાણમાંથી બાયોગેસ, ગોબર ગેસ, ખાતર અને દીવા બનાવવામાં આવે છે, આ વાત તો બધા જાણે જ છે. તો બીજી તરફ કેટલાક લોકો ગાયનું છાણ ખાવાના ફાયદા વિશે પણ જણાવે છે. હાલમાં જ એક ડોક્ટરનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ડોક્ટરે ગાયનું છાણ ખાવાના ફાયદા વિશે જણાવ્યું હતું. જેની સોશિયલ મીડિયા પર પોસ્ટ ખુબ વાયરલ થઈ હતી.
ગાયના છાણને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો
આટલી બધી વિશેષતાઓ બાદ હવે ગાયના છાણને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જી હા મિત્રો, હવે ગાયના છાણમાંથી વીજળી પણ તૈયાર થશે. બ્રિટિશ ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળીનો વિકલ્પ તૈયાર કર્યો છે. ખેડૂતોના એક જૂથના જણાવ્યા અનુસાર, તેઓએ ગાયના છાણમાંથી આવો પાવડર તૈયાર કર્યો છે, જેમાંથી બેટરી બનાવવામાં આવે છે. આવો વધુ જાણીએ આ અહેવાલમાં.
ગાયના છાણમાંથી વીજળી
બ્રિટિશ ખેડૂતોએ એક કિલોગ્રામ ગાયના છાણમાંથી એટલી વીજળી તૈયાર કરી છે કે તે સતત 5 કલાક વેક્યુમ ક્લીનર ચલાવી શકે છે. આ પરાક્રમ બ્રિટનની આર્લા ડેરી દ્વારા કરવામાં આવ્યું છે. ડેરી દ્વારા ગાયના છાણનો પાવડર બનાવીને બેટરી બનાવવામાં આવી છે. જેને કાઉ પેંટરી નામ આપવામાં આવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે AA સાઈઝની પેટીસથી લગભગ સાડા ત્રણ કલાક સુધી કપડાને ઈસ્ત્રી કરી શકાય છે.
12 લાખ ઘરોને વીજળી પહોંચાડી શકાય છે.
આ અંગે બેટરી નિષ્ણાત જીપી બેટરીએ દાવો કર્યો છે કે એક ગાયના છાણથી ત્રણ ઘર આખા વર્ષ દરમિયાન આરામથી વીજળી મેળવી શકે છે. આ સિવાય માત્ર એક કિલોગ્રામ ગાયના છાણમાંથી 3.75 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરી શકાય છે. આવી સ્થિતિમાં જો 4,60,000 ગાયોના છાણમાંથી વીજળી બનાવવામાં આવે તો 12 લાખ ઘરોને વીજળી પહોંચાડી શકાય છે.
કચરાનો ઉપયોગ ખાતર તરીકે થાય છે
અર્લા ડેરીમાં મોટાભાગના કામો માટે ગાયના છાણમાંથી બનેલી વીજળીનો ઉપયોગ થાય છે. સાથે જ તેમાંથી પેદા થતા કચરાનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. રિપોર્ટ અનુસાર, લગભગ 4,60,000 ગાયો ડેરીમાં રહે છે, જેમના છાણને સૂકવીને પાઉડર બનાવવામાં આવે છે અને પછી તેને ઊર્જામાં પરિવર્તિત કરવામાં આવે છે.