તમે Jioની બ્રોડબેન્ડ સર્વિસ Jio Fiber અને Airtelની બ્રોડબેન્ડ સર્વિસ Airtel Extreme Fiber વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે BSNLની બ્રોડબેન્ડ સર્વિસ વિશે જાણો છો. એરટેલ અને જિયોની જેમ, BSNL પણ તેના વપરાશકર્તાઓને બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરે છે. આ સેવાનું નામ ભારત ફાઈબર છે. BSNL તેની બ્રોડબેન્ડ સેવા દ્વારા યુઝર્સને માત્ર હાઈ-સ્પીડ ઈન્ટરનેટ જ પ્રદાન કરતું નથી, પરંતુ ઘણા સસ્તા અને શાનદાર પ્લાન પણ ઓફર કરે છે.જોકે BSNL તેનો આ પ્લાન લઈને આવતા જીયો અને એરટેલના કંપની પરેશાન થઈ છે.
ચોમાસાની સિઝનમાં BSNL એ તેના ગ્રાહકો માટે ખાસ ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ, કંપનીએ તેના ઇન્ટરનેટ બ્રોડબેન્ડ વપરાશકર્તાઓને સસ્તા દરે જબરદસ્ત ડેટા પ્લાન પ્રદાન કરવાનું વચન આપ્યું છે. પહેલા તે પ્લાનની કિંમત વધારે હતી પણ મોનસુન સ્પેશિયલ પ્લાન લોન્ચ કરતા કિંમતમાં પણ ઘટાડો કર્યો છે. ત્યારે BSNLની કમ્પેરિઝનમાં Jio અને Airtelનો પ્લાન કેટલામાં મળી રહ્યો છે ચાલો જાણીએ
Jio Fiber નો સૌથી સસ્તો પ્લાન : Jio Fiberનો સૌથી સસ્તો બ્રોડબેન્ડ પ્લાન 399 રૂપિયા વત્તા GST સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને એક મહિના માટે 30MBPSની સ્પીડ પર અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટા મળે છે. જો કે, આ પ્લાન સાથે કોઈપણ OTT એપનું સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ નથી. જો તમે સબસ્ક્રિપ્શન સાથે પ્લાન લેવા માંગતા હોવ તો અન્ય પણ ઘણા પ્લાન છે જે તમે તેની વેબસાઈટ પર જઈ જોઈ શકો
Airtelની બ્રોડબેન્ડ સર્વિસનો સૌથી સસ્તો પ્લાન 499 રૂપિયાનો છે. આ પ્લાન સાથે યુઝર્સને એક મહિના માટે 40MBPSની સ્પીડ પર અનલિમિટેડ ઈન્ટરનેટ અને વોઈસ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાન સાથે કોઈપણ Apollo અને wynkનુ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે. જોકે વધારે સબસ્ક્રિપ્શન અને ફાયદા માટે 799માં બીજો પણ પ્લાન છે.
VIના ફાઈબર પ્લાન 90 દિવસ અને બીજા 365 દિવસના પ્લાન સાથે મળે છે જેમાં 90 દિવસમાં 2109 રુપિયાનો પ્લાન છે જેમાં ડિઝની હોટસ્ટાર, સોની લીવ અને બીજા પણ સબસ્ક્રિપ્શન આવે છે જોકે 365 દિવસ માટે 12,149નો પ્લાન છે
BSNL એ તેના બ્રોડબેન્ડ વપરાશકર્તાઓ માટે 3300GB હાઇ-સ્પીડ ડેટા સાથે એક આકર્ષક પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનની ખાસિયત એ છે કે તે માત્ર 399 રૂપિયામાં ઉપલબ્ધ છે, જે પહેલા 499 રૂપિયામાં ઉપલબ્ધ હતું. આ પ્લાનમાં, ગ્રાહકોને અમર્યાદિત વૉઇસ કૉલિંગ સાથે 60Mbpsની ઝડપી ઇન્ટરનેટ સ્પીડ મળે છે અને ડેટા વપરાશની મર્યાદા પૂરી થયા પછી સ્પીડ ઘટીને 4Mbps થઈ જાય છે.
નવા ગ્રાહકોને ખાસ કરીને આ મોનસૂન બોનાન્ઝા ઓફરનો લાભ મળશે. BSNL એ જાહેરાત કરી છે કે ભારત ફાઈબર બ્રોડબેન્ડ સેવાના નવા ગ્રાહકો આ પ્લાન પ્રથમ મહિના માટે માત્ર રૂ. 399માં મેળવી શકે છે. આવતા મહિનાથી આ પ્લાનની કિંમતમાં 499 રૂપિયાનો વધારો થશે.