Budget 2024 Ayushman Bharat Yojana: કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા બજેટમાં સામાન્ય જનતાને મોટી રાહત આપી શકે છે. સરકારી સૂત્રો અનુસાર, સરકાર આયુષ્માન ભારત યોજના અંતર્ગત મળનારા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજને વધારી શકે છે. હાલ સરકાર હોસ્પિટલોમાં ઇલાજ અથવા દાખલ થવા માટે પરીવાર દીઠ વાર્ષિક 5 લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ આપે છે. હવે સરકાર હાલના વીમા કવરને 50 ટકા સુધી વધારી શકે છે. સરકારને આવી સલાહ બજેટમાં આપવામાં આવી છે. જો સરકાર 50 ટકા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરને વધારે છે તો આ કવર વધીને 7.50 લાખ રૂપિયા થઇ જશે.
આગામી બજેટમાં થશે આ અંગે જાહેરાત
સરકાર આ જાહેરાત 1 ફેબ્રુઆરી, 2024ના રોજ દેશનું બજેટ જાહેર થઇ શકે છે. બજેટ 2024માં આયુષ્માન ભારત કવર વધારવાના નિર્ણયની જાહેરાત કરે તેવી આશા છે, જોકે, અંતિમ નિર્ણય લેવાનો હજુ બાકી છે.
શું છે આયુષ્માન ભારત યોજના?
આયુષ્માન ભારત સરકારની એક ખાસ યોજના છે, જેને યૂનિવર્સલ હેલ્થ કવરેજનો વિઝન મેળવવા માટે રાષ્ટ્રિય સ્વાસ્થ્ય નીતિ 2017 અંતર્ગત 23 સપ્ટેમ્બર, 2018ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા PM-JAY છે, જે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાઓ પૈકી એક છે. ગ્રામીણ ક્ષેત્રોમાં PMJAY સ્વાસ્થ્ય કવર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પરીવારે, ભીખારીઓ અને ભીક્ષા પર જીવિત રહેતા લોકો અને 16થી 59 વર્ષની ઉંમરવાળા પરીવારોમાં રહેતા લોકો માટે ઉપલબ્ધ છે.
આયુષ્માન કાર્ડ
અત્યાર સુધીમાં 25.21 કરોડથી વધારે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી ચૂક્યા છે અને જલદી જ આ સંખ્યા 30 કરોડથી વધારે થવાની આશા છે. યોજના અંતર્ગત 5.68 કરોડથી વધારે રજીસ્ટર્ડ હોસ્પિટલ છે. આયુષ્માન ભારત અંતર્ગત સેવાઓ આપવા માટે 26,617 હોસ્પિટલોનું એક નેટવર્ક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
આયુષ્માન ભારત યોજના માટે કઇ રીતે કરી શકો અરજી?
-આયુષ્માન ભારત યોજનાની ઓફિશ્યલ વેબસાઇટ mera.pmjay.gov.in પર લોગીન કરી શકો છો.
-હવે મોબાઇલ નંબર અને સ્ક્રિન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ નાખો.
-રજીસ્ટર મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલ ઓટીપી નાખો, તે તમને PM-JAY લોગીન સ્ક્રિન પર લઇ જશે.
-હવે રાજ્યની પસંદગી કરો અને જ્યાંથી આ યોજના માટે આવેદન કરી શકો છો.
-તમે એલિજીબિલિટીને કઇ રીતે પસંદ કરવા ઇચ્છો છો તેના માટે મોબાઇલ નંબર, નામ, રાશન કાર્ડ નંબરમાંથી કોઇ એક પસંદ કરો.
કોઇ વ્યક્તિ ‘પરીવારના સદસ્યો’ ટેબ પર ક્લિક કરીને પણ લાભાર્થીની જાણકારીની તપાસ કરી શકો છો.
-આ સિવાય કોઇ પણ ઇમપેનલ હેલ્થ કેર પ્રોવાઇડર (EPCP)નો સંપર્ક કરીને પણ એલિજીબિલીટીની તપાસ કરી શકો છો