khissu

હવે આ લોકો શેર બજારમાં નહીં કરી શકે રોકાણ

જો તમે શેરબજારનાં રોકાણકાર છો અને તમે ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટ ધરાવો છો તો તમારા માટે અગત્યના સમાચાર છે. 31મી માર્ચ 2022 સુધીમાં તમારે તમારા ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટનું KYC અપડેટ કરવું પડશે. જો તમે KYC અપડેટ નહીં કરો તો તમે શેરબજારમાં વેપાર કરી શકશો નહીં અને એ પણ સ્પષ્ટ છે કે તમારું ડીમેટ એકાઉન્ટ નિષ્ક્રિય થઈ શકે છે.

KYC કરવાનું રહેશે
NSDL (નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ) ના પરિપત્ર મુજબ, ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ધરાવતા રોકાણકારોએ Know Your Customer (KYC) પ્રક્રિયા હેઠળ આ 6 માહિતી પ્રદાન કરવી જરૂરી છે. જેવી કે-

1. નામ

2. સરનામું

3. PAN વિગતો

4. વાર્ષિક આવકની શ્રેણી

5. મોબાઈલ નંબર

6. ઈ-મેલ આઈડી

આ માહિતી આપવી ફરજિયાત
1 જૂન, 2021 પછી ખોલવામાં આવેલા તમામ ખાતાઓ માટે આ છ માહિતી આપવી ફરજિયાત કરવામાં આવી છે. રોકાણકારોને KYC અપડેટ કરવા માટે 31 માર્ચ, 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો આ વિગતો અપડેટ કરવામાં નહીં આવે તો તમારું ડીમેટ એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. ત્યારપછી આ માહિતી અપડેટ થયા બાદ જ તેને ફરીથી એક્ટિવેટ કરવામાં આવશે.

શેરબજારમાં રોકાણકારો વધ્યા
તમને જણાવી દઈએ કે કોરોનાના સમયગાળા દરમિયાન શેરબજાર તરફ રોકાણકારોનું વલણ વધ્યું છે. તાજેતરના NSE ડેટા દ્વારા આની પુષ્ટિ થાય છે. NSE અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચાર મહિનાથી ઓછા સમયમાં તેના પ્લેટફોર્મ પર 50 લાખથી વધુ નવા રોકાણકારો નોંધાયા છે.