ડાયાબિટીસ એ એક ગંભીર આરોગ્ય સ્થિતિ છે જે વિશ્વભરના લાખો લોકોને અસર કરતી હોય છે. લોકો ઘણીવાર એવું માને છે કે કેટલાક ફળો ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે કારણ કે તેમાં ખાંડનુ પ્રમાણ હોય છે. જોકે અમુક બાબતોનું ધ્યાન રાખીને ફળોનો આનંદ લઈ શકાય છે.
દ્રાક્ષમાં ઘણા બધા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. દ્રાક્ષમાં વિટામિન C, K, અને B6 તેમજ થિયામીન, રિબોફ્લેવિન, પોટેશિયમ, કોપર અને મેંગેનીઝ જેવા જરૂરી પોષક તત્વો હોય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, વિટામિન K લોહીને ઘટ્ટ કરે છે અને વહેતું અટકાવે છે, જ્યારે વિટામિન C એન્ટીઑકિસડન્ટ સ્ત્રોત છે.
જો કે, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ડાયાબિટીસના દર્દીઓએ દ્રાક્ષ ન ખાવી જોઈએ કારણ કે તેમાં ઉચ્ચ ગ્લાયકોમેટિક ઇન્ડેક્સ હોય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે કાળી દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તે શુગરને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે.
ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે કાળી દ્રાક્ષ શરીરમાં ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં સુધારો કરે છે, જેના કારણે શરીર તેની વધેલી ખાંડને પચાવવાનું શરૂ કરે છે. જેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. જો કે, દ્રાક્ષ ખાતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે કે એક દિવસમાં વધુ કાળી દ્રાક્ષ ન ખાઓ કારણ કે કાળી દ્રાક્ષમાં રહેલી શુગરની માત્રા બ્લડ સુગર વધારી શકે છે.
બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, આખા ફળો, સફરજન, બ્લૂબેરી અને દ્રાક્ષનું સેવન ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે. આ ઉપરાંત, રેઝવેરાટ્રોલ એક રાસાયણિક સંયોજન છે જે ભોજન પછી શરીર દ્વારા ખાંડને નિયંત્રિત કરવા માટે જાણીતું છે. દ્રાક્ષમાં રેઝવેરાટ્રોલ હોય છે અને તેથી તે ડાયાબિટીસના દર્દીઓને તેમના બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે કાળી દ્રાક્ષમાં જોવા મળતા લ્યુટીન અને ઝેક્સાન્થિન નામના કેરોટીનોઈડ તત્વો ડાયાબિટીસના કારણે આંખની સમસ્યાથી પીડિત લોકોને ફાયદો કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે કાળી દ્રાક્ષમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ આંખોની રોશની વધારવામાં મદદ કરે છે અને આંખોને અંદરથી સ્વસ્થ રાખે છે.