શું હવે કોરોના વેક્સિન જાતે જ લઈ શકાશે? આ વેક્સિન બીજી વેક્સિનથી અલગ કેમ? જાણો નેઝલ વેક્સિનના ફાયદાઓ...

શું હવે કોરોના વેક્સિન જાતે જ લઈ શકાશે? આ વેક્સિન બીજી વેક્સિનથી અલગ કેમ? જાણો નેઝલ વેક્સિનના ફાયદાઓ...

ભારતમાં કોરોના રસીકરણ નો ત્રીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદીજી, વિજય રૂપાણી સહિત મોટા મોટા નેતાઓ વેક્સિન લગાવી ચૂક્યા છે. રસીકરણ નુ ત્રીજું ચરણ 1 મે થી શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના રસીકરણ ની વય મર્યાદા ઘટાડીને 18 વર્ષ કર્યા પછી રસીની માત્રામાં ઘણી તંગી પડી છે. 

કોરોનાનાં મોટાભાગ નાં કેસોમાં એવું જોવા મળ્યું છે કે કોરોના વાયરસ મ્યુકોસા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને મ્યુકોસ્લ મેમ્બ્રેનમાં આવેલા કોષોને ચેપ લગાડે છે. જો આપણે રસીને નાક દ્વારા આપીએ તો તે એકદમ અસરકારક થઈ શકે છે. એટલે જ દુનિયાભર માં નેઝલ એટલે કે નાક દ્વારા રસી આપવાનો વિકલ્પ વિચારવામાં આવી રહ્યો છે. નીતિ આયોગ સ્વાસ્થ્ય વિભાગના સભ્ય ડૉ. વી.કે. પોલના જણાવ્યા અનુસાર જો નેઝલ વેક્સિનનુ સફળ પરીક્ષણ થશે તો આપણા માટે ગેમ ચેંજર સાબિત થશે. કારણ કે નેઝલ ઇન્જેક્શન તમે જાતે પણ લઈ શકો છો.

ભારત બાયોટેકનાં એમ. ડી. કૃષ્ણ એલ્લા એ કહ્યું હતું કે ઇજેક્ટેબલ રસીઓ ફકત નીચલા ફેફસાનું જ રક્ષણ કરે છે. ઉપલા ફેફસાં અને નાક સુરક્ષિત નથી. જો તમે નેઝલ વેક્સિન નો ડોઝ લો તો તમે સંક્રમણ ને રોકી શકો છો. આના માટે તમારે ફકત ચાર ટીપાં લેવા પડશે, જે પોલિયો ની જેમ જ છે. એક નસકોરામાં 2 ટીપાં અને બીજા નસકોરા માં 2 ટીપાં લેવાના રહેશે.

નેઝલ વેક્સિન નાં ફાયદાઓ:
(1) ઇન્જેક્શન થી રસી લગાવવાની જરૂર નહિ રહે.
(2) નાકમાં રોગપ્રતિકારક શક્તિ વધવાથી ચેપનું જોખમ ઓછુ થશે.
(3) ઇન્જેક્શન થી રસી નહિ મળે જેથી હેલથવર્કર્સ ને ટ્રેનિંગ ની જરૂર નહિ પડે.
(4) નેઝલ રસિનું ઉત્પાદન સરળતાથી થશેમ, જેથી વેક્સિન વેસ્ટેજ ની સંભાવના ઘટી જશે.
(5) નેઝલ રસીને કોઈપણ જગ્યાએ લઈ જઈ શકશો, સ્ટોરેજ અંગેની કોઈ સમસ્યા નહિ રહે.

નેઝલ વેક્સિન બીજી રસીથી અલગ કેમ? 
રસી લગાવવાની વિવિધ રીતો હોય શકે. કેટલીક રસીઓ ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે અને કેટલીક રસી સીધી આપવામાં આવે છે જેમ કે પોલિયો ની રસી. તેવી જ રીતે અમુક રસીઓ નાક દ્વારા પણ આપવામાં આવે છે. નાકથી વેક્સિન આપવાથી મ્યુકોલસ મેમ્બ્રેન માં હાજર વાયરસ નો વિનાશ કરી શકાય છે.

અત્યાર સુધીમાં 175 લોકોને નેઝલ વેક્સિન આપવામાં આવી :- એપ્રિલ માસમાં હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીની ઇન્ટ્રાનેઝલ રસી BBV154 નાં પહેલા તબક્કાને પરીક્ષણ ની મંજૂરી મળી ગઈ છે. આ મંજુરી ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા નાં વિશેષજ્ઞ સમિતિ દ્વારા આપવામાં આવી હતી. ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી મુજબ 175 લોકોને નેઝલ વેક્સિન આપવામાં આવી છે. આ ટ્રાયલ ત્રણ જૂથોમાં કરવામાં આવ્યું છે. પ્રથમ અને બીજા તબક્કામાં કુલ મળીને 140 વોલિયન્ટીયર રાખવામાં આવ્યા છે અને ત્રીજા તબક્કામાં 35 વોલિયન્ટીયર રાખવામાં આવ્યા છે.