khissu

GSRTC માં ડ્રાઇવર ની ભરતી રદ : જાણો શું છે સાચી માહિતી ?

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઇવરની ભરતી બહાર પાડવામાં આવી હતી. સોશિયલ મીડિયા ઉપર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં લખ્યું હતું કે જીએસઆરટીસી (GSRTC) નિગમ દ્વારા ડ્રાઇવરની ભરતી રદ કરવામાં આવી છે. શું ખરેખર  ભરતી રદ કરવામાં આવી છે? તે અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહેલા ફોટામાં લખ્યું હતું કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર ની સીધી ભરતી 19/07/2019 થી 11/08/2019 સુધી ઓનલાઇન OJAS વેબસાઇટ ઉપર અરજીઓ મંગાવવામાં આવી હતી. તે કોઈ વહીવટી કારણોસર રદ કરવામાં આવે છે, જે મેસેજ સોશીયલ મીડીયા ની ઉપર વાયરલ થઇ રહ્યો હતો, પરંતુ નિગમ દ્વારા નીચે મુજબ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.

નિગમ દ્વારા નોટિસ બહાર પાડવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વહીવટી  કારણોસર ડ્રાઇવર કક્ષાની ભરતી રદ કરવામાં આવી છે.  સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા સમાચાર તદ્દન ખોટા છે. જેમાં નિગમ નો બનાવટી કમ્પ્યુટરાઇઝ લેટરપેડ અને મેનપાવર મેનેજર નો હોદ્દો દર્શાવેલ હતો. પરંતુ સરકાર દ્વારા ભરતી રદ કરવા બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જે લોકોએ ફોર્મ ભર્યા છે તેને ગભરાવાની જરૂર નથી.

જો તમે જીએસઆરટીસી(GSRTC) ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જશો તો તેમાં કોઈ પણ સૂચના નથી આપી કે જેમાં ડ્રાઈવર ની ભરતી રદ કરવાની નોટિસ આપી હોય.

આમ સોશીયલ મીડીયા ની અંદર ડ્રાઇવરની ભરતી રદ થઈ છે તેવો ફોટો વાયરલ થઇ રહ્યો છે જે તદ્દન ખોટો છે. જેની પ્રેસનોટ નિગમ દ્વારા બહાર પાડવામાં આવી હતી.