મેલબોર્ન માં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ સંપૂર્ણ ભારતના પક્ષમાં રહ્યો છે. પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાને માત્ર 195 રનમાં ઓલઆઉટ કરીને, બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે બીજા દિવસના અંત સુધીમાં 82 રનથી આગળ છે.
દિવસના અંતે ભારતનો સ્કોર 5 વિકેટ પર 277 રન હતો. અને કેપ્ટન રહાણે (104*) તથા જાડેજા (40*) રન બનાવીને અણનમ છે. ભારતીય ટીમની સારી બેટિંગના કારણે ભારતની ટીમ અત્યારે મેચમાં ખૂબ જ સારી પોઝિશન ઉપર આવી ગઈ છે.
રહાણે એ કેપ્ટન તરીકે પોતાની પહેલી સદી મારી છે. તથા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આ તેની બીજી સદી છે. આ પહેલા ગિલ (45), પૂજારા (17), વિહારી (21) અને પંત (29) રન બનાવીને આઉટ થયા હતા.
બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમનું ફિલ્ડિંગમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. રહાણે જ્યારે 73 રન પર રમી રહ્યો હતો ત્યારે, સ્મિથે સ્ટાર્કની બોલિંગમાં તેનો કેસ મૂકી દીધો હતો. બેટ્સમેનો ને મળેલા જીવનદાન ના કારણે ભારત મોટી લીડ લેવામાં સફળ રહ્યું હતું.
બીજા દિવસે વરસાદે પણ રમત ને બે વખત અટકાવી હતી. પહેલી વખત વરસાદના કારણે ટી-બ્રેક વહેલો લઈ લેવો પડ્યો હતો. જ્યારે બીજી વખત વરસાદ ના કારણે વહેલો ખેલ ખતમ કરી દેવો પડ્યો.