દેશનું મેઇન મેટ્રો શહેર ગણાતું બેંગલુરુ માં થોડા દિવસો પહેલા ફૂડ એપ ઝોમેટોને લઈને ગંભીર સમાચાર સામે આવ્યા હતા. જેમાં ઝોમેટોનાં ડીલીવરી કરવા ગયેલ બોયે મહિલા કસ્ટમર પર હુમલો કરતા મહિલાનું નાક તોડી નાખ્યું હતું અને લોહીલુહાણ કરી નાખી હતી. જેમાં અત્યારે મોટો વળાંક સામે આવ્યો છે.
વાત જાણે એમ હતી કે બેંગલુરુ માં રહેતી હિતેશા ચંદ્રની એક મેકઅપ આર્ટિસ્ટ છે. તેણે ઝોમેટો (ZOMETO) ઉપર ફૂડ ઓર્ડર કર્યું હતું. પરંતુ ફૂડનો ઓર્ડર મોડો હોવાને કારણે હીતેશા એ ઑર્ડર કેન્સલ કરી દિધો હતો. તેની થોડી વાર પહેલા જ ઓર્ડર લેનાર વ્યક્તિ જમવાનું દેવા ઘરે પહોંચ્યો હતો. જ્યારે મહિલાએ ઓર્ડર લેવાની ના પાડી ત્યારે તે વ્યક્તિ એટલો ગુસ્સે થઈ ગયો કે મહિલા પર હુમલો કરી નાખ્યો હતો.
આ ઘટનામાં એક મોટો વળાંક આવી રહ્યો છે. હવે ડીલીવરી કરનાર બોયે તેના પર લાગેલા આરોપને ખોટા છે તેમ કહ્યું છે. અને સાથે જ મહિલા પર આરોપ લગાવી દીધો છે. ડીલીવરી બોયે એ કહ્યું હતું કે મહિલાએ પોતાની જ રિંગથી પોતાને ઇજા પહોંચાડી છે. આ સમાચાર આવતાની સાથે જ લોકો હવે સોશીયલ મિડીયા પર ડીલીવરી બોય ની તરફેણમાં આવી રહ્યા છે.
શું હતો સમગ્ર મામલો ? ડીલીવરી બોય નુ નિવેદન :-
ડીલીવરી બોયે જણાવ્યું હતું કે જ્યારે મહિલાએ પૈસા આપવાની ના પાડી અને પાર્સલ પાછું આપવાની ના પાડી તો મે ત્યાંથી જતા રેહવાનો નિર્ણય લીધો અને જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે મહિલાએ અપશબ્દો કીધા અને મને ચંપલ થી માર્યો. જ્યારે આવું થઈ રહ્યું હતું ત્યારે ભૂલથી તેનો હાથ પોતાના જ નાક પર વાગી ગયો અને તેણે પેહરેલી રીંગ તેને જ વાગી હતી. જો તમે સોશીયલ મિડીયા માં વાયરલ થયેલો વીડિયો જોશો તો સમજી જશો કે આ પંચ મારવાથી નથી વાગ્યું અને વીડિયો માં હિતેશાએ રીંગ પણ પહેરેલી છે.
ઝોમેટો ના ફાઇન્ડર એ ટ્વીટ કરી :-
મામલો મેદાને ચડવાથી zometo ના ફાઉન્ડર દિપેન્દ્ર ગોયલે સમગ્ર મામલાને લઈને નિવેદન જાહેર કર્યું હતું, તેમણે કહ્યું હતું કે નિયમોને પાલન કરતા ડીલેવરી બોય સસ્પેન્ડ કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ડીલેવરી બોય એ 26 મહિનામાં પાંચ હજારથી વધુ ડીલેવરી કરી છે. અને તેની કસ્ટમર રેટિંગ પણ સારી છે સમગ્ર મામલાની વાસ્તવિકતા જાણવા પ્રયત્ન કરી રહ્યા છીએ.
પૂરા મામલામાં બન્ને પક્ષના નિવેદન જુદા છે. સમગ્ર દેશમાં આ ઘટનાએ વેગ પકડી લીધો છે. લોકો સોશીયલ મીડિયા પર ડીલીવરી બોય ને સપોર્ટ કરી રહ્યા છે સાથે ટ્વીટર હેન્ડલ પર હૅશટૅગ ટ્રેન્ડ કરવા લાગ્યા છે.