નમસ્કાર ખેડૂત મિત્રો,
ગુજરાત ઉપર ફરી એક વખત માવઠું થવાની શક્યતા જોવા મળી રહી છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ભારે માવઠું થાય તેવી શક્યતા છે. ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બ નાં કારણે 2 અને 3 જાન્યુઆરીએ મોટું માવઠું થઇ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ અરબ સાગરથી ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ઉપર જોવા મળશે. જેને કારણે ફરી આ રાજ્યોમાં માવઠું થવાની શક્યતા છે. ( ઉપર ફોટા માં રંગીન કલર માં ટ્રફ જણાવેલો છે)
જેમાં મિત્રો હાલ માહિતી મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધારે અસર કરે તેવી શક્યતા દેખાઈ છે પરંતુ આ ગ્રાફ માં થોડાં ફેરફારો થતા હોય છે. ( વધારે સચોટ માહિતી અમે Team khissu આગળ જણાવીશું )
સાથે હવામાન વિભાગ દ્રારા પણ માહિતી આપવામાં આવી છે કે ગુજરાત પરથી ફરી એક વાર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બ પસાર થવાનુ છે જેના થકી મોંટુ માવઠું થવાની સંભાવના 2 અને 3 જાન્યુઆરીએ છે.
આ માવઠું આગામી દિવસોમાં વધારે ક્યાં જિલ્લામાં અસર કરશે એની માહિતી મેળવવામાં માટે અમારી Khissu youtube સાથે જોડાઈ જજો અને Khissu Aplication ડાઉનલોડ કરી લેજો.