CBSE પરીક્ષાની તારીખ : શિક્ષણમંત્રીએ કરી જાહેરાત, ક્યારે યોજાશે પરીક્ષા

CBSE પરીક્ષાની તારીખ : શિક્ષણમંત્રીએ કરી જાહેરાત, ક્યારે યોજાશે પરીક્ષા

કોરોના મહામારીમાં ઠપ પડેલું શિક્ષણકાર્ય હવે ધીમે ધીમે ચાલુ થયું છે ત્યારે CBSE બોર્ડની પરીક્ષાઓ યોજવાનું નક્કી કરાયુ છે. આ અંગે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંકે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ CBSE ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાઓ યોજાશે. 


શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંકે જાહેરાત કરી કે ૨ ફેબ્રુઆરીએ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ CBSE ની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. જોકે પરીક્ષા ઓનલાઇન લેવાનો કોઈ હેતુ નથી પરીક્ષા ઓફલાઈન જ યોજાશે.


૮૦-૨૦ પધ્ધતિ અનુસાર ૮૦ ગુણ લેખિત પરીક્ષા અને ૨૦ ગુણની આંતરિક પરીક્ષા યોજાશે. જોકે પરીક્ષા ઓફલાઈન યોજાશે પરંતુ કોરોના મહામારીને ધ્યાને લઈ એક પરિક્ષાખંડમાં માત્ર ૧૨ વિદ્યાર્થીઓ જ બેસી શકશે. આ ઉપરાંત અગાઉ નક્કી કરાયા મુજબ જે કુલ અભ્યાસક્રમના ૩૦% નો ઘટાડો કરાયો હતો તેમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.