જુનું વાહન, આજથી હેલ્મેટ પહેરજો, નહીંતો ખિસ્સા ખાલી થઈ જશે, દરેક સ્થળોએ CCTV લાગશે, બૅંકો બંધ વગેરે...

જુનું વાહન, આજથી હેલ્મેટ પહેરજો, નહીંતો ખિસ્સા ખાલી થઈ જશે, દરેક સ્થળોએ CCTV લાગશે, બૅંકો બંધ વગેરે...

રાજ્યમાં દરેક જાહેર સ્થળોએ CCTV કેમેરા લાગશે: ગુજરાતમાં જાહેર સ્થળો પરની કોમર્શિયલ ઇમારતો અને સોસાયટીઓમાં આંતરિક CCTV ફૂટેજ મુકાશે. જેમાં 200થી વધુ વ્યક્તિઓની અવર જવર રહેતી હશે ત્યાં CCTV માટેનું એક સેન્ટ્રલ કમાન્ડ જે તે પોલીસ મથકમાં હશે. તેનો ડેટા અને ફૂટેજ પણ શેર કરી શકાશે. વિધાનસભાના બજેટ સત્રમાં આ અંગે વિધેયક પસાર કરવામાં આવશે.

આજથી દેશભરમાં 4 દિવસ સુધી બેંકો બંધ રહેશે: બેંકોના ખાનગીકરણ સહિતના અન્ય સરકારી નિર્ણયોના વિરોધમાં વિવિધ કર્મચારી સંગઠનોએ હડતાળનું એલાન કર્યું છે. વિવિધ કર્મચારી સંગઠનોએ  28-29 માર્ચે બે દિવસની હડતાળનું એલાન કર્યું છે. સાથે જ ચોથો શનિવાર હોવાથી 26મીએ અને રવિવાર 27મીએ બેંકો બંધ રહેશે. આ હડતાળના કારણે દેશભરની બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.

ઈ-વ્હિકલ ખરીદવા પર સબસીડી બંધ કરાઈ: વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ખરીદવા રાજ્ય સરકાર દ્વારા અપાતી 12 હજારની સબસીડી ગુરુવારથી બંધ કરાઈ છે. જેથી બોર્ડની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને મોંઘા ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ખરીદવા પડશે. સબસીડી ફરી ક્યારે ચાલુ થશે તે અંગે જાહેરાત કરાઈ નથી. બીજી તરફ કોમર્શિયલ વ્હિકલ માટે કેન્દ્ર દ્વારા અપાતી સબસીડી ચાલુ છે.

NASAની સૌથી મોટી શોધ, 5,000 દુનિયા શોધી: નાસાના વૈજ્ઞાનિકોએ સૂર્યની પરિક્રમા કરતા ગ્રહોની શોધ કરી છે. 21 માર્ચ 2022 સુધીમાં 65 નવા એકસોપ્લેનેટ મળી આવ્યા છે. આ સાથે એજન્સીએ 30 વર્ષમાં 5000થી વધુ બાહ્ય ગ્રહોની શોધ કરી છે. નાસાએ સંશોધન માટે જે 65 નવા ગ્રહો શોધી કાઢ્યા છે. તેમાં પાણી, સૂક્ષ્મજીવો અથવા જીવનની સંભાવના હોઇ શકે છે. નાસાની આ શોધની એક મોટી શોધ માનવામાં આવી રહી છે.

આજથી હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે: અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પોલીસ અધિકારીને આદેશ કર્યો છે કે, હેલમેટ પહેર્યા વગર નાગરિકો કાયદાનો ભંગ કરી વાહન ચલાવતા હોવાનું ધ્યાને આવે તો અથવા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરે છે. તો તેની સામે દંડાત્મક કાર્યાવાહી કરવામાં આવે. આગામી 26 માર્ચથી 1 એપ્રિલ એટલેકે, એક સપ્તાહ સુધી સુધી ખાસ ઝુંબેશ શરૂ કરવાનો આદેશ અપાયો છે.

નવી સ્ક્રેપ પોલિસી જાહેર કરાઈ: કેન્દ્ર સરકારે નવી સ્ક્રેપ પોલિસી જાહેર કર્યા બાદ હવે 1 એપ્રિલથી દેશભરમાં વાહનોના રી-પાસિંગ ફીમાં વધારો થશે. જેમાં બાઇક રી-પાસિંગ ફીમાં 233 ટકા, કારમાં 733 ટકા અને ટ્રકમાં 940 ટકાનો વધારો થશે. અત્યાર સુધી બાઇક રી-પાસિંગની ફી 300 રૂપિયા હતી.જેની ફી હવે 1000 રૂપિયા લેવાશે.જ્યારે કાર રી-પાસિંગની ફી અત્યાર સુધી રૂપિયા 600 લેવાતી હતી તે હવેથી રૂપિયા 5000 લેવાશે.

બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ખાસ સૂચના: ગુજરાત શિક્ષણ બોર્ડ 28 માર્ચથી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેનાર છે. ત્યારે રાજકોટ મહામારી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે બોર્ડના વિદ્યાર્થીઓ માટે કેવી કાળજી લેવી જોઈએ તેના માટેના માર્ગદર્શક સુચનો કર્યા છે. જેમાં વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે, શાળાએથી પરીક્ષાની હોલ ટિકિટ મળે એટલે તુરંત જ તેને બે ઝેરોક્ષ કરીને જુદી રાખી દેવી. હોલ ટિકિટ ખોવાય તો ફોટો-આચાર્યના સિક્કા વાળી ઝેરોક્ષ પણ ચાલશે.