કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન : હવે સિનેમા હોલ અને સ્વિમિંગપુલમાં કોઈ લિમિટ નહીં

કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન : હવે સિનેમા હોલ અને સ્વિમિંગપુલમાં કોઈ લિમિટ નહીં

 હાલ કોરોના કહેરમાં બધું બંધ કરી દેવામાં આવ્યું હતું જેમાં લોકોના ધંધા પણ બંધ થઈ ગયા હતા. હોવી જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા ધીમે ધીમે બધું ખુલવા મડયું છે. શાળાઓ પણ ધીમે ધીમે ખુલી રહી છે તેવામાં પબ્લિક પ્લેસ જેવા કે સિનેમા હોલ, સ્વિમિંગ પુલ વગેરેમાં અમુક મર્યાદાઓ રાખવામાં આવી હતી જે હવે હટાવી દેવામાં આવી છે.


કોરોના નો ખતરો ધીમે ધીમે ટળતા કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે જેમાં હવે સિનેમા હોલ અને સ્વિમિંગપુલમાં મર્યાદા હટાવી દેવામાં આવી છે. જે મુજબ સિનેમા હોલમાં પહેલા કૅપેસિટી ના ૫૦% લોકોને જ અનુમતિ હતી જે હવે સીટીંગ કૅપેસિટી મુજબ અનુમતિ માલી ગઈ છે. આ ઉપરાંત સ્વિમિંગ પુલમાં પહેલા માત્ર ખેલાડીઓને જ છૂટ મળી હતી પરંતુ હવે બધા લોકો સ્વિમિંગપુલમાં જઈ શકશે. જોકે અમુક બાબતો પર મર્યાદાઓ રાખવમાં આવી છે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય કોરોના કેસમાં થતા સતત ઘટાડાનું વલણ જાળવી રાખવાનો છે.


કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન :


૧) ૧ થી ૨૮ ફેબ્રુઆરી સુધી ગાઈડલાઈન જાહેર

૨) તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસનું પાલન કરવાનું રહેશે.

૩) ડિસ્ટ્રિક્ટ ઓથોરીટી જરૂરીયાત મુજબ કન્ટેન્ટમેન્ટ જોન જક્કી કરશે, જોકે હેલ્થ મંત્રાલયના આદેશનું પાલન કરવાનું રહેશે.

૪) જીલ્લા પોલીસ અને નગરપાલિકાઓના અધિકારીઓની કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કડક પાલનને લાગુ કરવાની જવાબદારી રહેશે.

૫) ૬૫ વર્ષથી વધારે ઉંમરના લોકો, પ્રેગ્નેટ મહિલાઓ અને ૧૦ વર્ષથી નનાઈ વયના બાળકોએ ખાસ સાવચેતી રાખવા સલાહ આપવામાં આવે છે.

૬) સ્કૂલ, હોટલ,રેસ્ટોરન્ટ અને પેંસેન્જર ટ્રેન જેવી અનેક ગતિવિધિઓ માટે અગાઉથી જે SOP જારી કરવામાં આવી છે તેનું પાલન કરવાનું રહેશે.

૭) માહિતી અને પ્રસારણમંત્રી SOP જારી કરશે.

૮) સ્વિમિંગ પુલ તમામ લોકો માટે ખુલ્લા રહેશે.

૯) સિનેમા હોલમાં ૫૦% થઈ વધુની મંજુરી મળશે.

૧૦) સામાજિક તેમજ ધાર્મિક કાર્યો માટે પહેલા જે ગાઈડલાઈન નક્કી કરાઈ છે તે યથાવત રહેશે.