khissu

1મે થી થયા આ 5 મોટા ફેરફારો, જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડશે

મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે રવિવારથી મહિનાની શરૂઆત ઘણા ફેરફારો લઈને આવી છે. 1 મેથી એલપીજી સિલિન્ડરથી લઈને ટોલ ચાર્જ સુધી ઘણી વસ્તુઓ બદલાશે. આમાંથી ઘણાની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે, જેની અસર તમારા ખિસ્સા પર પડશે?

સિલિન્ડરના ભાવમાં વધારો
સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. સિલિન્ડર 102.50 રૂપિયા મોંઘું થયું છે. નવી કિંમત લાગુ થયા બાદ 1 મેથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2253 રૂપિયાથી વધીને 2355.50 રૂપિયા થઈ ગઈ છે.

IPOમાં UPI ચુકવણી મર્યાદા વધી
એપ્રિલમાં, સેબીએ IPO માટે UPI દ્વારા ચૂકવણી કરવાની મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો હતો. આ નિયમ 1 મેથી લાગુ કરવામાં આવ્યો છે. હવે તમે UPIની મદદથી કોઈપણ IPOમાં 5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. પહેલા આ મર્યાદા 2 લાખ રૂપિયા હતી.

જેટ ઇંધણ મોંઘુ
એલપીજી સિલિન્ડર ઉપરાંત જેટ ઈંધણ પણ 1 મેથી મોંઘુ થઈ ગયું છે. દિલ્હીમાં એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)નો દર વધીને 116851.46 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયો છે. આ પહેલા 16 એપ્રિલે પણ એટીએફની કિંમતમાં વધારો થયો હતો.

પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ
1 મેથી પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ શરૂ થઈ રહ્યો છે. આ એક્સપ્રેસ વે પર અમુક ટોલ ટેક્સ 833 રૂપિયા હશે. પરંતુ તમારે 25 ટકા ડિસ્કાઉન્ટ બાદ 625 રૂપિયાનો ટોલ ચૂકવવો પડશે. યુપી ચૂંટણીના કારણે આ એક્સપ્રેસ વે અત્યાર સુધી ટોલ ફ્રી રાખવામાં આવ્યો હતો.

બેંકો 13 દિવસ બંધ રહેશે
મે મહિનામાં, શનિવાર અને રવિવારની રજાઓ સાથે લગભગ 13 દિવસની બેંક રજાઓ હશે. આ વખતે શનિવાર અને રવિવારે 7 રજાઓ છે. આ ઉપરાંત 2 મેના રોજ મહર્ષિ પરશુરામ જયંતિ, 3 મેના રોજ ઈદ-ઉલ-ફિત્રની રજા છે. કેટલાક રાજ્યોમાં 4 તારીખે પણ ઈદની રજા છે. 9 મેના રોજ ગુરુ રવિન્દ્રનાથ જયંતિના કારણે પશ્ચિમ બંગાળમાં રજા રહેશે. બુધ પૂર્ણિમા 16મી મેના રોજ છે અને કાઝી નઝરૂલ ઈસ્માલનો જન્મદિવસ 24મી મેના રોજ છે.