khissu

Changes rules: આવતા મહિને થઈ જશે 6 મોટા ફેરફાર, જેની સીધી અસર તમારા ખિસ્સા પર

Changes rules: મહિનો ખતમ થવાને આડે માત્ર ગણતરીના દિવસો જ બચ્યા છે, નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. ત્યારે દર મહિને કેટલાય મોટા ફેરફારો થતા હોય છે, જે સામાન્ય વ્યક્તિના ખિસ્સાને અસર કરે છે. ત્યારે સપ્ટેમ્બરમાં પણ આવા જ કેટલાક ખાસ બદલાવ થવા જઈ રહ્યા છે, જેને લીધે તમારા ખિસ્સા પર ભાર વધી શકે છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવથી લઈને ક્રેડિટ કરતા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થશે.

સાથે જ મોંઘવારી ભથ્થાથી લઈને સરકારી કર્મચારીઓ માટે કોઈ ખાસ જાહેરાત થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ સપ્ટેમ્બર મહિનામાં કયા-કયા ફેરફારો થઈ શકે છે અને આની તમારા ખિસ્સા પર કેટલી અસર થશે.

એલપીજી સિલિન્ડરના ભાવ

ઘણીવાર એવું જોવા મળે છે કે દર મહિનાની પહેલી તારીખે સરકાર એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી લઈને ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળે છે. એવામાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં બદલાવ જોવા મળી શકે છે. ગયા મહિને કોમર્શિયલ એલીપીજી સિલિન્ડરના ભાવ 8.50 રૂપિયા વધ્યા હતા, જયારે જુલાઈમાં આનો ભાવ 30 રૂપિયા ઘટ્યો હતો.

ATF અને CNG-PNG ના ભાવ

LPG સિલિન્ડરના ભાવની સાથે સાથે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઈન ફયુલ (ATF) અને CNG-PNGના ભાવમાં પણ બદલાવ કરે છે. એટલે કે 1 સપ્ટેમ્બરે આના ભાવમાં પણ બદલાવ જોવા મળી શકે છે.

ફેક કૉલ સાથે જોડાયેલો નિયમ

1 સપ્ટેમ્બરથી ફેક કૉલ અને મેસેજ પર લગામ લાગી શકે છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને ફેક કૉલ અને ફેક મેસેજ પર અંકુશ લગાવવા માટે નિર્દેશ આપ્યો છે. આ માટે ટ્રાઈએ કડક ગાઈડલાઈન જાહેર કરી છે. TRAI એ Jio, Airtel, Vodafone, Idea, BSNL જેવી ટેલિકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં 140 મોબાઈલ નંબર સીરિઝથી શરૂ થતા ટેલીમાર્કેટિંગ કૉલ્સ અને કોમર્શિયલ મેસેજિંગને બ્લોકચેન આધારિત DLT એટલે કે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવા જણાવ્યું છે. એવી અપેક્ષા છે કે 1 સપ્ટેમ્બરથી ફેક કૉલ પર લગામ લાગી જશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમ

1 સપ્ટેમ્બરથી, HDFC બેંક યુટિલિટી ટ્રાન્ઝેક્શન્સ પર રિવોર્ડ પોઈન્ટ્સની મર્યાદા નક્કી કરવા જઈ રહી છે, જેના હેઠળ ગ્રાહકો આ ટ્રાન્ઝેક્શન્સ પર દર મહિને માત્ર 2,000 પોઈન્ટ્સ સુધી જ મેળવી શકશે. એચડીએફસી બેંક થર્ડ પાર્ટી એપ દ્વારા એજ્યુકેશનલ પેમેન્ટ કરવા પર કોઈ રિવોર્ડ આપશે નહીં. IDFC ફર્સ્ટ બેંક સપ્ટેમ્બર 2024 થી ક્રેડિટ કાર્ડ્સ પર ચૂકવવાપાત્ર લઘુત્તમ રકમ ઘટાડશે. પેમેન્ટની તારીખ પણ 18 થી ઘટાડીને 15 દિવસ કરવામાં આવશે. આ ઉપરાંત, 1 સપ્ટેમ્બર, 2024 થી, UPI અને અન્ય પ્લેટફોર્મ્સ પર પેમેન્ટ માટે RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓને સમાન રિવોર્ડ પોઈન્ટ્સ મળશે.

મોંઘવારી ભથ્થું

કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. એવી અપેક્ષા છે કે સરકાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરી શકે છે. હાલમાં સરકારી કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે, જ્યારે 3 ટકાના વધારા પછી તે 53 ટકા થઈ જશે.

ફ્રી આધાર કાર્ડ અપડેટ

ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ પછી તમે આધાર સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ ફ્રીમાં અપડેટ કરી શકશો નહીં. 14 સપ્ટેમ્બર પછી આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. જો કે, અગાઉ ફ્રી આધાર અપડેટની છેલ્લી તારીખ 14 જૂન 2024 હતી, જે વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી હતી.