દર મહિનાની પહેલી તારીખે ઘણા નિયમોમાં ફેરફાર થયાં કરતા હોય છે. આ મહિને પણ પીએમ કિશાન યોજનામાં 2000 ના હપ્તાને લઈને, ગેસ સિલિન્ડરના ભાવોને લઈને, ATM ના નિયમોને લઈને અને નોકરિયાત પગારદારો, પેન્શનરો માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જે દરેક માહિતી ઉપરનાં વિડિયો માં જણાવેલ છે.
1 ઓગસ્ટથી રજાના દિવસે પણ પગાર મળશે:- પહેલી ઓગસ્ટથી રજાના દિવસો (રવિવાર હોય કે તહેવારનાં દિવસો) પગાર, પેન્શન, વગેરેનાં પેમેન્ટ નહિ અટકે. એટલે કે પગાર અને પેન્શન નિયત કરેલી તારીખે જ ચૂકવાશે. RBI એ કહ્યું છે કે નેશનલ ઓટોમેટેડ કલીયરિંગ હાઉસ (NACH) અઠવાડિયાના સાતેય દિવસ ઉપલબ્ધ હશે. પગાર, પેન્શન, વ્યાજ, ડિવિડન્ડ વગેરેની ચુકવણી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત NACH દ્વારા કરવામાં આવે છે. પહેલી ઓગસ્ટ થી કંપની NACH 24x7 દિવસ કોઈપણ સમયે પગાર ટ્રાન્સફર કરી શકશે. આ નિણર્યથી ગુજરાતનાં નોકરિયાત વર્ગ અને પેન્શન ધારકો ફાયદો નીવડશે.
ICICI બેંકનાં ATM સાથેનાં નિયમો બદલાય જશે:- દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક 1ઓગસ્ટથી ઘણા બદલાવ કરવા જઈ રહી છે. 1ઓગસ્ટથી ATM માંથી પૈસા કાઢવા મોંઘા થઈ જશે. સાથોસાથ ચેક બુકના નિયમોમાં પણ ફેરફાર થશે. ICICI બેંકનાં ગ્રાહકો 4 ટ્રાન્જેક્શન ફ્રીમાં કરી શકશે, ચાર ટ્રાન્જેક્શન બાદ તમારે ચાર્જ ચૂકવવો પડશે. રેગ્યુલર સેવિગ એકાઉન્ટ માટે આઈસીઆઈસીઆઈ બેંક 4 ટ્રાન્જેક્શન ફ્રી આપે છે. આ લિમિટ પૂરી થયા બાદ તમારે 150 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
આ પણ વાંચો: બેંક ખાતાધારકો માટે મોટાં સમાચાર: ATM માંથી પૈસા ઉપાડવા થશે વધુ મોંઘા, ૧લી તારીખથી નવો નિયમ લાગુ
પહેલી ઓગસ્ટથી આઈસીઆઈસીઆઈ બેંકનાં ગ્રાહકો હોમ બ્રાંચ માંથી 1 લાખ રૂપિયા ઉપાડી શકશે. 1 લાખ થી વધુ રકમ ઉપાડવા પર 1000 પ્રતિ 5 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. તેમજ આરબીઆઇ 1 ઓગસ્ટ થી 25 પેજની ચેક બુક ફ્રીમાં આપશે. ત્યાર બાદ 10 પન્ના ની ચેક બુક માટે 20 રૂપિયા આપવા પડશે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક નાં નિયમો બદલાશે : IPPB બેંકનાં ખાતા ધારકોએ ડોર સ્ટેપ બેંકિંગ માટે ચાર્જ ચૂકવવો પડશે. 1ઓગસ્ટ 2021થી IPPB બેંક ડોર સ્ટેપ સુવિધામાં ફી ઉમેરવા જઈ રહી છે. હાલ આ સુવિધામાં IPPB બેંક કોઇપણ ચાર્જ લાગુ નથી કરતી. ડોર સ્ટેપ બેંકિંગ સુવિધામાં ઘર બેઠા તમારું ખાતુ ખોલાવી શકો છો અને ઘર બેઠા જ પૈસાની લેવડ દેવડ કરી શકો છો. આ સુવિધા ઇન્ડીયન પોસ્ટ બેંકને આપવામાં આવી છે કારણ કે પોસ્ટ ઓફિસનો ટપાલી ગામડાના દરેક વિસ્તાર માંથી પસાર થતો હોય છે.