આજના સમયમાં આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. દરેક મનુષ્યની ઓળખનો આધાર છે. જો તમે સરકારી સુવિધાઓનો લાભ લેવા માંગતા હોવ તો તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય કોઈપણ નાના-મોટા કામ માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે.
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે આધારને સુરક્ષિત કેવી રીતે રાખવો. કારણ કે હાલમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં આધાર કાર્ડનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે આધાર કાર્ડ ધારકને પણ આ વાતની જાણ નથી અને લોકો પોતાના લાભ માટે આધાર કાર્ડનો બિનજરૂરી રીતે ઉપયોગ કરે છે.
આધાર સંબંધિત છેતરપિંડીના કેસમાં વધારો થયો છે
છેલ્લા કેટલાક સમયથી આધાર સાથે છેતરપિંડીના કેસોમાં પણ વધારો થયો છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) લોકોને આવી છેતરપિંડીથી બચાવવા માટે સમયાંતરે માર્ગદર્શિકા બહાર પાડે છે. UIDAI એ ટ્વીટ દ્વારા લોકો સાથે આધારને સુરક્ષિત રાખવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં શેર કર્યા છે.
બાયોમેટ્રિક ડેટા ઓનલાઈન કેવી રીતે લોક કરવો
સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. અહીં હોમ પેજ પર, my aadhaar વિકલ્પ પર ક્લિક કરો. આધાર સેવાઓ પર લોક/અનલોક બાયોમેટ્રિક પર ક્લિક કરો. તે પછી એક નવું પેજ ખુલશે, બોક્સ પર ટિક કરો. આધાર કાર્ડ નંબર અને કેપ્ચા દાખલ કરો, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. OTP દાખલ કરો અને અનેબલ લોકિંગ ફિચર પર ક્લિક કરો. તમારો આધાર બાયોમેટ્રિક ડેટા લોક થઈ જશે.
મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી વેરીફાઈ કરો
આ માટે તમારે પહેલા http://www.uidai.gov.in પર જવું પડશે. હવે 'My Aadhaar' ટેબમાં, 'Verify email/mobile number' વિકલ્પમાંથી એક પસંદ કરવાનો રહેશે. એક નવું પેજ ખુલશે. અહીં તમારો આધાર નંબર દાખલ કરો અને મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દાખલ કરો, જે તમે ચકાસવા માંગતા હોવ. તે પછી કેપ્ચા કોડ દાખલ કરો અને 'સેન્ડ ઓટીપી' પર ક્લિક કરો.
જો મોબાઈલ નંબર નાખ્યો હોય તો તેના પર OTP આવશે, જો ઈમેલ આઈડી નાખ્યો હોય તો મેલ પર OTP આવશે. હવે ઓટીપી નક્કી કરેલી જગ્યાએ એન્ટર કરવાનો રહેશે. જો દાખલ કરેલ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી UIDAI રેકોર્ડ સાથે મેળ ખાતો હોય, તો મોબાઈલ નંબર/ઈમેલ આઈડી રેકોર્ડ સાથે મેચ કરવા માટે એક મેસેજ સ્ક્રીન પર દેખાશે.