khissu

લો સ્કોરિંગ મેચ માં ચેન્નાઈ એ હૈદરાબાદને 20 રન થી હરાવ્યું, ipl 2020 માં પહેલી બેટિંગ કરીને ચેન્નાઇની ટીમે પહેલી જીત મેળવી

આઈપીએલની શરૂઆતી મેચોમાં ખરાબ પ્રદર્શન કરીને હવે ચેન્નઈ સુપર કિંગ ની ટીમ ફોર્મ માં આવતી જોવા મળી રહી છે. ચેન્નઇ સુપરકિંગ્સે એ સનરાઇઝર્સ હૈદરાબાદ ને ૨૦ રનથી હરાવીને સતત બીજી જીત મેળવી છે. 

પોઇન્ટ ટેબલ ની નીચલી ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની ટીમે ipl 2020 માં પેહલી બેટિંગ કરતા પોતાની પહેલી જીત નોંધાવી હતી. દુબઈની ધીમી અને ડબલ બાઉન્સ વાળી પીચમાં ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો.

શરૂઆતથી જ ધીમી પિચ ઉપર રન બનાવવા નું મુશ્કેલ જણાતું હતું. શરૂઆતથી ઓવરમાં પ્લેસીસ ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન ભેગો થઈ ગયો. ચેન્નઈના બાકીના બેસ્ટ મેનો એ સ્કોર બોર્ડ ને ફરતો રાખ્યું હતું, અને ૨૦ ઓવરમાં 167/6 નો સ્કોર બનાવ્યો હતો. 

ચેન્નાઈ તરફથી સેમ કરને 31 રન, વોટ્સને 42 રન અને અંબાતી રાયડૂએ 41 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરો માં રવિન્દ્ર જાડેજા માત્ર 10 બોલમાં 25 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે સંદીપ શર્મા, ખલીલ અહેમદ અને નટરાજ એ 2-2 વિકેટ ઝડપી હતી.

ચેન્નઇ સુપરકિંગ્સ ના બોલરોએ ધીમી પિચ નો ફાયદો ખૂબ જ સારી રીતે ઉઠાવ્યો હતો. Kane williamson ને બાદ કરતા હૈદરાબાદ નો એક પણ બેસ્ટ મેન પીચ પર ઝાઝો સમય ટકી શક્યો ન હતો. તેમણે 57 રન બનાવ્યા હતા. 

ચેન્નઈ તરફથી કરણ શર્મા અને ડ્વેન બ્રાવો એ 2-2 વિકેટ તથા સેમ કરન, શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાને તેના ઓલરાઉન્ડર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

આ જીત સાથે જ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ પોઇન્ટ ટેબલમાં એક સ્થાનના સુધારા સાથે 8 મેચમાં 6 પોઇન્ટ લઈને છઠ્ઠા સ્થાન પર આવી ગઈ છે. જ્યારે હાર સાથે સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાનું પાંચમું સ્થાન જાળવી રાખ્યું છે.