khissu

IPL 2020 માં ચેન્નઈ સુપરકિંગ્સનનો સતત બીજો પરાજય, દિલ્હી કેપિટલ સામે ૪૪ રન ની મોટી હાર ના કારણ

દરેક વખતે આઈપીએલની (IPL) શરૂઆત માં ધમાકેદાર પ્રદર્શન કરનાર ચેન્નાઇ સુપર કિંગ્સની (Chennai super kings) ટીમ, આ વખતે ડામાડોળ જોવા મળી રહી છે. પોતાની ત્રીજી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ નો દિલ્હી કેપિટલ્સ (Delhi capitals) સામે ૪૪ રનના માર્જીનથી મોટો પરાજય થયો છે. 

સતત ત્રણ વખત ટોસ જીતીને મહેન્દ્રસિંહ ધોનીએ (Mahendra Singh Dhoni)  દિલ્હી કેપિટલ્સ સામે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સ ના ઓપનરો એ સારી શરૂઆત કરતા ઓપનિંગ વિકેટ માટે 94 રનની પાર્ટનરશિપ કરી હતી. પૃથ્વી શો (Prithvi show) એક શાનદાર ફિફ્ટી મારી હતી. તેણે 43 બોલમાં 1 સિક્સર અને 9 ફોરની મદદથી 64 રન કર્યા હતા. સાથે શિખર ધવનના (shikhar Dhawan) 35, રિષભ પંત (Rishbh pant) ના 37 અને શ્રેયસ અય્યર (Shreyas Iyer) ના 26 રનની મદદથી દિલ્હી કેપિટલ્સ એ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા.

176 રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇની ટીમ ૨૦ ઓવરમાં ફક્ત સાત વિકેટના નુકશાન થી 131 રન જ બનાવી શકી હતી. ઓપનરો નું ખરાબ પ્રદર્શન ચાલુ રહેતા બંને ઉપર સસ્તામાં આઉટ થઇ ગયા હતા. ડુ પ્લેસીસ એ થોડી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સામા છેડેથી કોઈનો સાથ મળ્યો ન હતો. દિલ્હી તરફથી રબાડા એ ત્રણ અને અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી. પૃથ્વી વિશ્વને તેની શાનદાર બેટિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ચેન્નાઇની ટીમની શરૂઆતમાં ખૂબ ધીમી બેટિંગના કારણે, છેલ્લી ઓવરમાં રિક્વાયર રનરેટ ખૂબ જ વધી ગઈ હતી. જેના કારણે બેસ્ટ મેન પ્રેશરમાં ખરાબ શોર્ટ રમીને આઉટ થઈ ગયા હતા.

આજ ની મેચ Kolkata Knight Riders vs Sunrisers Hyderabad માંથી કોણ જીતશે? તમારી comment નીચે જણાવશો.