khissu

લોકડાઉન ને લઇને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યું મોટું નિવેદન : જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં લોકડાઉન કરવામાં આવ્યું ?

સૂત્રોના જણાવ્યા ગુજરાતમાં કોરોના ના કેસો વધી રહ્યા હોવાથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નિવેદન આપ્યું છે કે રાજ્યમાં લોકડાઉન કરવામાં આવેશે નહિ. વધુમાં વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ફરી વખત લોકડાઉન કરવા સરકાર નો કોઈ વિચાર નથી, જેથી ગુજરાતમાં લોકડાઉન લાદવામાં આવશે નહિ. કોરોના કેસ વધી રહ્યા હોવાથી ઓફલાઈન પરિક્ષા ન લેવા અંગેની માંગ કરવામાં આવી છે.

ચુંટણી બાદ ગુજરાતમાં કોરોના કેસોનો રાફડો ફાટયો છે તો અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં લેતા પ્રશાસને બસ સુવિધાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં શું શું બંધ કરાયું ?

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા તળાવ તથા નાના મોટા 273 ગાર્ડન બંધ કરાયા છે. જે કોરોના સંક્રમણ છે તેવા વિસ્તારોમાં AMTS અને ABRTS બસ સુવિધાઓ બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1122 કેસો નોંધાયા છે. અમદાવાદમાં 36 થી વધુ વિસ્તારોને કન્ટેનમેન્ટ જોન જાહેર કરી દીધા છે અને મહાનરપાલિકાએ બીઆરટીએસ ની સેવાઓ ઠપ કરી દીધી છે. 

સુરતના 230 ગાર્ડન બંધ 

 

સુરતની અંદર કોરોના  સંક્રમણ વધવાને લીધે બુધવારે પ્રાણી સંગ્રહાલયો અને 230 જેટલા પબ્લિક ગાર્ડન બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીઆરટીએસ ના 20 રૂટની 300 બસ, સાયન્સ સેન્ટર, ઝુ, ગોપીતળાવ, ટ્યુશન ક્લાસ ને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ચૂંટણીમાં બાદ ઝડપથી કોરોના કેસો સામે આવી રહ્યા છે. મંગળવારે 1000 નવા કેસો સામે આવ્યા હતા અને વધુ કેસો ધરાવતા વિસ્તારોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.