ભાજપ પાર્ટીના ચાણક્ય આવતી કાલે ગુજરાતમાં આવશે, 24 કલાકમાં થશે નવા મુખ્યમંત્રીની પસંદગી, આ 4 નામ મોખરે..

ભાજપ પાર્ટીના ચાણક્ય આવતી કાલે ગુજરાતમાં આવશે, 24 કલાકમાં થશે નવા મુખ્યમંત્રીની પસંદગી, આ 4 નામ મોખરે..

અમિત શાહ આવતી કાલે ગુજરાત આવી રહ્યા છે. અને ગુજરાતની મુલાકાતમાં આગામી 24 કલાકમાં જ ગુજરાતના નવા મુખ્યમંત્રી ની જાહેરાત કરવામાં આવશે તેવી શક્યતા પૂરી છે. આવતી કાલે આવવાનું મુખ્ય કારણ એ છે કે અમીત શાહને બીજેપી નાં ચાણક્ય કહેવામાં આવે છે. તે જે પણ નિર્ણય લે તેનાથી કોઈ ભાજપ નેતા વાંધો ન ઉઠાવી શકે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદ પરથી રાજીનામું આપ્યું છે. ગુજરાતમાં આગામી વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એવા નેતાની જ પસંદગી કરશે જેના નેતૃત્વમાં વિધાન સભાની ચૂંટણી લડી શકાય. નવા મુખ્યમંત્રીની રેસમાં મનસુખ માંડવિયા, નીતિન પટેલ, સી.આર.પટેલ, પુરુષોત્તમ રૂપાલાના નામ આગળ છે.

વિજય રૂપાણીએ આજે બપોરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોંપ્યું હતું . રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું કે હવે પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારી હું નિભાવીશ. વિજય રૂપાણી એ પીએમ મોદીનો લોકોની સેવા કરવા બદલ આભાર માન્યો. રૂપાણીએ કહ્યું કે મને કાર્યકર્તા દ્વારા સીએમ બનાવવામાં આવ્યો હતો. હવે ગુજરાતનો વિકાસ નવા નેતૃત્વમાં થવો જોઈએ.

સીએમ તરીકે ઓગસ્ટમાં પૂરા થયા હતા 5 વર્ષ: ઉત્તરાખંડ અને કર્ણાટકમાં ભાજપે ચૂંટણી પહેલા આવી રીતે જ  મુખ્યમંત્રીઓ બદલ્યા છે. ભાજપ સરકાર ની આ હેટ્રિક થઈ ગઈ છે.  ગયા મહિને જ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા.વર્ષ 2016 માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું હતું, તેના સ્થાને વિજય રૂપાણી 7 ઓગસ્ટ 2016 ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા.