khissu

દિવાળીમાં આનંદો / નવાં મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાતો, ગુજરાતમાં અનેક લોકોને ફાયદો, જાણો શું?

1) ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. ગાંધીનગર સેક્ટર 6-માં બનેલા સરકારી આવાસનું લોકાર્પણ કર્યું છે. લોકાર્પણની સાથે જ જર્જરિત આવાસમાં રહેતા કર્મચારીઓને નવા ક્વાર્ટરની ફાળવણી કરવામાં આવશે. સાથે દિવાળીનું બોનસ અને પગાર પણ વહેલો કરી આપવામાં આવ્યો છે.

2) દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ મહત્વનો નિર્ણય કર્યો છે. એસટી વિભાગ દિવાળીના તહેવારો પર વધારાની બસો દોડાવશે. લોકોને પરિવહનમાં મુશ્કેલી ન પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં લોકોની અવર-જવર વધારે હોવાને કારણે 290થી વધારે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ અમદાવાદ, સુરત, અમરેલી, ભાવનગર સાથે ગોધરા, પંચમહાલ અને દાહોદ માટે વધારાની બસો ફાળવી છે.

3) ૧લી નવેમ્બરથી રાજ્યની અંદર મફત અનાજનું વિતરણ ચાલુ થવાનું હતું પરંતુ સસ્તા અનાજની દુકાનો પર અનાજનો પુરતો જથ્થો ન પહોંચવાને કારણે અનાજ વિતરણ ચાલુ થયું નથી. આવનારા દિવસોમાં અનાજનો જથ્થો ઉપલબ્ધ થશે ત્યાર પછી અનાજનું વિતરણ ચાલુ કરવામાં આવશે. જો કે રાજ્ય સરકારની જાહેરાત પછી આ બેદરકારીનો કિસ્સો જોવા મળી રહ્યો છે.

4) અતિવૃષ્ટિને કારણે નુકશાન થયું હતું તેવા 4 જિલ્લાનાં ખેડૂતના ખાતામાં ધનતેરસથી સરકારે પૈસા નાખવાની શરૂઆત કરી દીધી છે. જુનાગઢ, રાજકોટ, પોરબંદર અને જામનગર જિલ્લામાં ખેડૂતનો નુકશાન સહાય મળી રહી છે. 7 લાખ રૂપિયા ખેડૂતોનાં ખાતામાં જમા કરાવવા માં આવ્યા છે. બાકી રહેલ ખેડૂતો અને બીજા 7 જીલ્લામાં માટે નવી જાહેરાત થઈ શકે છે.

5) શેર માર્કેટના રસિયાઓ માટે સૌથી સારા સમાચાર કહી શકાય કેમકે આવનાર સપ્તાહે દેશનો સૌથી મોટો આઇપીઓ આવી રહ્યો છે. પેટીએમની પેરન્ટ કંપની one97 communication ૮ નવેમ્બરે આઇપીઓ લઈને આવી રહી છે. જેમની પ્રતિ શેરે પ્રાઇસ રૂપિયા 2080 થી 2150 નક્કી કરવામાં આવી છે. ત્રણ દિવસ શેરનું વેચાણ થશે અને ૧૦ નવેમ્બર પૂર્ણ થઇ જશે. જે શેરનું મૂલ્ય આશરે ૧.૪૮ લાખ કરોડ રૂપિયા હશે.

6) છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો. જ્યારે બીજી બાજુ આજે સીએનજીના ભાવમાં પણ 2.50 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારા સાથે અદાણી સીએનજી નો ભાવ 64.99 રૂપિયા થયો છે. જ્યારે ગુજરાત ગેસ ની અંદર પણ પહેલી નવેમ્બર પછી પાંચ રૂપિયાનો વધારો થયો છે. જેમનો ભાવ 65.74 પ્રતિ કિલો છે.

7) હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આવનાર ૨૪ કલાકમાં ગુજરાતમાં ઠંડીનો માહોલ વધશે. દેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાને કારણે ઠંડીનો ચમકારો થોડોક વધારે જોવા મળશે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ, ગાંધીનગર સહિત ગુલાબી ઠંડીની મહેક જોવા મળે છે.

8) છેલ્લા ૨૪ કલાકમાં ભારત દેશની અંદર 10423 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે સાથે 423થી વધારે લોકોના મૃત્યુ પણ નિપજ્યા છે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસ ના આંકડા માં થોડો વધારો થયો છે, જોકે તહેવારોની સિઝનમાં ભીડ થવાને કારણે આંકડો વધે તેવી શક્યતાઓ રહેલી છે.

9) મહિનો બદલવાની સાથે જ LPG ગેસ સિલિન્ડર ના ભાવમાં વધારો થયો છે. જ્યારે પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 

10) કોલગેટ પાલમોલીવ એ keep india smiling ફાઉન્ડેશન સ્કોલરશીપ પ્રોગ્રામ ચાલુ કર્યો છે, જે મુજબ આર્થિક નબળા બીડીએસના વિદ્યાર્થીઓને 30000 રૂપિયા સહાય આપવામાં આવશે. 12 બોર્ડની પરીક્ષામાં 60 ટકાથી વધુ અને દેશની કોઈ રજિસ્ટર્ડ મેડિકલ કોલેજમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી પ્રોગ્રામ માં એનરોલ હોવો જોઈએ. વધારે માહિતી colgate.com પરથી મળશે.