મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ " સોલાર પાવર પોલિસી ૨૦૨૧ " ની જાહેરાત કરી છે. આ પોલિસી મુજબ ગ્રાહકો તેમની ૬ જગ્યાઓ પર પ્રોજેકટ સ્થાપી શકે છે અને પોતાની છત વીજ વપરાશ માટે તૃતીય પક્ષને પણ આપી શકે છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના જણાવ્યા મુજબ હવે નવી પોલિસીથી ૪.૫ રૂપિયાની આસપાસ પાવર કોસ્ટ આવશે. આ ઉપરાંત ઉદ્યોગોને ૮ રૂપિયા પ્રતિ યુનિટ લેખે વીજળી આપવામાં આવશે.
આ પોલિસી થી વિજળી ઉત્પાદન ખર્ચ તો ઘટશે સાથે વધારાની વીજળીનો ચાર્જ પણ મળશે. દુનિયામાં ગુજરાતની પ્રોડક્ટ્સને સ્થાન મળશે અને ઉદ્યોગોને રોજગારી મળશે.
આપણું ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના માં પ્રથમ નંબરે છે ત્યારે આ યોજના થી સોલાર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી મળી રહે તે માટે સોલાર પોલિસી ૨૦૨૧ લોન્ચ કરી છે.