ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોના કેસો વધી રહ્યા છે. 9 તારીખના રોજ રેકોર્ડ બ્રેક 4521 કેસો નોંધાયા હતા. આ વધતા જતા કેસો ને લઈને લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. જ્યારે બીજી બાજુ સોશિયલ મીડિયામાં ફરી લોક-ડાઉન થશે તેવા મેસેજો ઝડપી ફેલાઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ ગઈ કાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફરી એક વાર જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઇ લોકડાઉન થવાનું નથી. પરંતુ કોરોનાના વધતાં કેસો અને સરકાર લઈ રહેલ ફટાફટ નિર્ણયો થી લોકોમાં ડર પ્રસરી રહ્યો છે કે ફરી લોકડાઉન થશે. તેવીજ રીતે સોશિયલ મીડિયામાં એક પત્ર ફરતો થયો હતો.
પત્ર નીચે જોડેલ છે આપ જોઈ શકશો.
પરિપત્ર માં લખેલ છે કે: રાજ્યમાં કોવિડ 19 ના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહેલો હોય અને સરકાર દ્વાર હાલ રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યું પણ આ બાબત કોઈ નક્કર પરિણામની આશા ના હોય. હાલ ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના 6 મોટા શહેરોમાં તા. ૧૧/૦૪/૨૦૨૧ થી તારીખ. ૧૭/૦૪/૨૦૨૧ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે.
લોકડાઉન થનાર શહેર ( ૧ ) અમદાવાદ ( ૩ ) વડોદરા ( ૫ ) ગાંધીનગર ( ૨ ) રાજકોટ ( ૪ ) ભાવનગર ( ૬ ) સુરત
લોકડાઉન દરમિયાન માત્ર આપત્કાલિન સેવા જ શરૂ રહશે. તથા શહેર માં પ્રવેશ અને નિષેધ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી જરૂરી રહેશે. લોકડોઉન દરમિયાન દર્શાવેલ શહેરોમાં લોકડોઉન ના નિયમોનું સારી રીતે પાલન થાય તેની જવાબદારી જે તે શહેર ના SP/Dy.SP ની રહશે. અને નીચે IAS પંકજ કુમારની બનાવટી સહી પણ છે.
આવી રીતે પરિપત્રમાં લખેલ છે અને નીચે સહી પણ છે. આ મેસેજ અને ફોટો સોશિયલ મીડિયામાં ખૂબજ જડપી વાયરલ થયો હતો ત્યાર પછી આના પર પુષ્ટિ કરવામાં આવી. પુષ્ટિ કરતાં માહિતી મળી કે આ પરિપત્ર તદંન ખોટો છે. લોકોને ગેર માર્ગે દોરવા આ પત્ર બનાવવામાં આવ્યો છે.
11 થી 17 એપ્રિલ સુધી લોકડાઉન બાબતે સરકારે શું કહ્યું?
ગુજરાતમાં 11 થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન ની અફવા ફેલાઈ હતી. ગુજરાત રાજ્યનાં ગૃહ વિભાગે આ અફવા ફેલાવનાર વ્યક્તિને શોધવા માટે DGP ને આદેશ કર્યો છે. રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન એ માત્ર અફવા છે. લોકો ગેર માર્ગે ન દોરાઈ, આગળ કોઈ લોક ડાઉન થવાનું નથી.