સન્મતિ પત્ર: વિધાર્થીને શાળાએ મોકલતાં પહેલાં વાલીએ ભરવું પડશે આ ફોર્મ

ગુજરાતમાં 23 નવેમ્બર થી શાળા કૉલેજ ખુલી રહી છે અને વિધાર્થીને શાળાએ મોકલતાં પહેલાં દરેક વાલીએ સન્મતિ પત્ર ભરવું પડશે. જેમાં શાળામાં થતાં કોરોના સંક્રમણ ન દરેક જવાબદારી વાલી પર છોડવામાં આવી છે. 

ફોર્મ નીચેથી ડાઉનલોડ કરવા વિનંતી. 

ફોર્મ મા લખેલ માહિતી :

સરકાર અને શિક્ષક વિભાગની તા. ૯-૧૧-૨૦૨૦ ની રાજય સરકારની કૅબિનેટની બેઠકમાં લેવાયેલ નિર્ણયના અનુસંધાને શિક્ષણ મંત્રીએ કરેલ જાહેરાત મુજબ ની sop ને ધ્યાને રાખી ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ ને શાળામાં શિક્ષણ કાર્ય માટે તારીખ ૨૩-૧૧-ર૦૨૦ ( સોમવાર ) થી આવવા માટે જે ગાઈડલાઈન જાહેર કરેલ છે. તે મુજબ હું મારા બાળક ને શાળામાં અભ્યાસ કરવા માટે મારા જોખમે અને મારી ઈચ્છા થી સંમતિ આપું છું. મારું બાળક સોસ્યલ ડિસ્ટન્સ ( social distancing ) માસ્ક, અને સેનીટાઈઝર, SMS ના નિયમો નો સંપૂર્ણ અમલ કરશે. શાળા તરફ થી વિધાર્થીને અભ્યાસ અર્થે શાળામાં ફરજીયાત આવવા ફરજ પાડેલ નથી.બાળક ને અભ્યાસ દરમ્યાન કોરોના નું સંક્રમણ થશે તો તે માટે શાળા સંચાલક મંડળ, આચાર્યશ્રી અને શાળા સ્ટાફની કોઈ જવાબદારી રહેશે નહીં, તે બદલ મા સંમતિપત્ર લખી આપું છું.  અને વાલી ની સહી. 

શું તમે તમારા બાળક ને આ સન્મતિ સાથે સ્કૂલે મોકલશો... ખાસ નીચે Comment કરી જણાવશો.