khissu

સરકારી બેંકના આ નિર્ણયથી પરેશાન ગ્રાહકોને, ખાનગી બેંકોએ આપ્યા સારા સમાચાર

મે મહિનાની શરૂઆતમાં, ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં અચાનક વધારો કરવાની જાહેરાત કરી હતી. તે સમયે RBI દ્વારા રેપો રેટ 4 ટકાથી વધારીને 4.4 ટકા કરવામાં આવ્યો હતો. જે બાદ બેંકોએ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો હતો. આનાથી ગ્રાહકો દ્વારા કરવામાં આવેલ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને બચત ખાતાના વ્યાજ દરને પણ અસર થઈ છે. ઘણી બેંકોએ વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

2 કરોડથી ઓછીની FDમાં ફેરફાર
થોડા દિવસો પહેલા ICICI બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પરના વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો. ICICIએ FD પર વ્યાજને 290 દિવસથી બદલીને 10 વર્ષ કર્યું છે. તેનો અમલ 16 મે 2022થી કરવામાં આવ્યો છે. હવે IDFC ફર્સ્ટ બેન્ક (IDFC First Bank FD Rates) એ પણ ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં વધારો કર્યો છે. 23 મેથી અમલી બનેલા નવા વ્યાજ દરમાં 1 ટકા સુધીનો વધારો થયો છે.

લાખો ગ્રાહકોને થશે 'નુકસાન'
આ બધાની વચ્ચે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દર ઘટાડવાનું કહ્યું છે. બેંકના આ નિર્ણયથી કરોડો ગ્રાહકોને નુકસાન થયું છે. યુનિયન બેંકે બચત ખાતા પર વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરી છે. બેંક તરફથી 50 લાખ રૂપિયા સુધીની થાપણો પર મળતા વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.

અગાઉ, યુનિયન બેંક દ્વારા 50 લાખ રૂપિયા સુધીની થાપણો પર 2.90 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. પરંતુ હવે તે ઘટાડીને 2.75 ટકા કરી દેવામાં આવ્યો છે. જોકે, બેંક દ્વારા 100 કરોડથી 500 કરોડની થાપણો પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા આ દર 2.90 ટકા હતો જે હવે વધારીને 3.10 ટકા કરવામાં આવ્યો છે. નવા દરો 1 જૂન, 2022થી લાગુ થશે.