પ્રાણીઓ પણ એક જીવ છે તેની સાથે દુર્વ્યવહાર કરવો એ ગુનો ગણાય છે. આપણા દેશમાં વન્ય પ્રાણીઓ પર જુલ્મ કરવા બદલ સજા પણ થાય છે.
એવામાં હાલમાં જ ગુજરાતની સફરે આવેલા પ્રખ્યાત બૉલીવુડ એક્ટર આમીરખાન સાસણ ની મુલાકાતે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ખાસ આમીરખાન માટે સિંહોના ટોળાને ભેગા કરાયાં અને આમીરખાન નો કાફલો આવે ત્યાં સુધી તેઓને બંધક કરીને રાખ્યા હતા જે ખરેખર કાનૂન નું ઉલ્લંઘન છે. જેમાં સિંહ અને સિંહણો ને આમીરખાન માટે રસ્તા પર ખુલ્લા મુકાયા હતા.
આ મામલે પોરબંદરના એકટીવીસ્ટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી કે અમીરખાન ને જંગલ ખાતા અને સિંહના દર્શન ખોટી રીતે કરાવાયા છે તે બાબતે જંગલ વિભાગને નોટિસ પાઠવવા માંગ કરી છે.
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી કે રોયલ કિંગ અને જંગલ સફારી ની મુલાકાત કરીને આમીરખાન અને તેનો પરિવાર ખૂબ જ ખુશ થયો હતો.