khissu

કોરોના મુક્ત બન્યો ઈઝરાઈલ દેશ: જાણો કેવી રીતે આ દેશે કોરોના વાયરસ સામે લડાઈ જીતી?

ભારત દેશ સહિત દુનિયાભરમાં કોરોના વાઇરસે આંતક મચાવી રાખ્યો છે ત્યારે ઈઝરાયલ દેશ ઉમ્મીદ ના કિરણો લઈને આવ્યો છે. જ્યાં જાહેર સ્થળોએ વગર માસ્કે હરવા ફરવાની અનુમતિ આપી દીધી છે. સાથો સાથ સ્કુલ કોલેજ પણ ખુલી ગયા છે. પરંતુ ઓફીસોમાં માસ્ક અનિવાર્ય છે. ઇઝરાયલ દેશના લોકાના રસીકરણ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સર્વે મુજબ ઈઝરાયલ દેશમાં લગભગ 93 લાખની વસ્તી છે. જેમાંથી 53 ટકા લોકોએ રસીનો બીજો ડોઝ લઈ લીધો છે. તેથી તે દેશમાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેથી એક વર્ષ બાદ કોરોના પ્રોટોકોલ માં ઢીલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે સાર્વજનિક સ્થળો જેવા કે પાર્ક, રસ્તાઓ ઉપર માસ્ક પહેરવું ફરજિયાત નથી.

ઈઝરાયલના મહામારી નેશનલ કો ઓર્ડીનર નચમન એશ એ રવિવારે પબ્લિક રેડિયો ઉપર જાહેરાત કરતા કહ્યું હતું કે દેશમાં મે મહિનાથી વિદેશી પ્રવાસીઓ અને વ્યપારો માટે રસ્તા ખુલ્લા મુકી દેવામાં આવશે. પરંતુ કોઈ પણ પ્રવાસીને ત્યારે જ એન્ટ્રી મળશે જ્યારે તેણે કોરોના રસીના બે ડોઝ લીધા હશે.

ઈઝરાયલની સરકારે સમજી વિચારીને આ નિર્ણય લીધો છે કે હવે માસ્ક ની જરૂર નહિ રહે. જો એવું થશે તો ઈઝરાયલ દુનિયા નો પ્રથમ દેશ બની જશે કે જેણે રસીકરણ ના લીધે કોરોના ઉપર કાબૂ મેળવ્યો હોય. ન્યુઝીલેન્ડ પણ આવું કહે છે પંરતુ ફરી વખત ન્યુઝીલેન્ડમાં કોરોના સંક્રમણ ના કેસો સામે આવી રહ્યા છે.

કોરોના મહામારી ની શરૂઆત થતાં ઈઝરાયલ માં કોરોના કેસો આવવા લાગ્યા. ત્યાંના આરોગ્ય મંત્રાલય ના આંકડાઓ મુજબ વર્ષ દરમિયાન 8,36,000 કોરોના કેસો નોંધાયા હતા અને 6,331 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. એવામાં ફાઈઝર અને ઈઝરાયલ રસી વચ્ચે કરાર કરવામાં આવ્યો અને એકાએક રસી આપવાનું શરૂ થયું. કુલ વસ્તીના 53% લોકો વેક્સિન લગાવી ચૂક્યા છે.

રસીકરણ નુ અભિયાન ડિસેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે અમુક દેશો ફકત વાતચીતો માં મગ્ન હતાં. ઈઝરાયલમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટવા લાગ્યું અને વ્યવસાયો શરૂ થવા લાગ્યા. જાન્યુઆરી માસમાં લગભગ 10 હજાર કોરોના કેસો આવ્યા હતા. જે માર્ચમાં ઘટીને 200 ની આસપાસ પહોંચી ગયા.