khissu

કોરોના પછી હવે એન્ટ્રી થઈ છે GBS નામના ખતરનાક રોગ ની | શું છે રોગના લક્ષણ

કોરોના હજી ગયો પણ નથી ત્યાતો બીજી એક ગંભીર બીમારી એ મારી એન્ટ્રી. કોરોના ઘણા લાંબા સમય થી ચાલી રહ્યો છે. લોકો ખૂબ હેરાન થયા છે અને હવે આ સંકટ ટળવાની રાહ જોઈ રહ્યા છે એવામાં તો વધુ એક ભયંકર રોગ સામે આવ્યો છે.

જી હા મિત્રો કોરોના થી સાજા થયેલા દર્દીઓમાં હવે GBS નામનો રોગ દેખાઈ રહ્યો છે. આ રોગ નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલો છે. આ રોગ લગભગ 15 નવેમ્બર થી કોરોના માં સાજા થયેલા લોકોમાં જોવા મળ્યો છે. ગુજરાતમાં કોરોના ના 30 થી વધુ કેસ આવ્યા છે.

આ રોગ નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલો છે જેનાથી મગજની નસોને નુકશાન થાય છે. GBS નું પૂરું નામ ગુલેન બારે સિન્ડ્રોમ છે જેમાં માંસપેશીઓ કમજોર થવા લાગે છે અને હાથ પગ કામ કરતા બંધ થઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ અને હૃદય ની ધડકન માં વધારો થવાને કારણે લકવો પણ થઈ જાય છે.