હાલ દેશમાં કોરોનાનું મોટું મોજું ફરી વળ્યું હતું. જેનો નિકાલ લાવવા માટે દરેક દેશની સરકાર પાછી પાની કરી હતી. છેવટે તેનો ઉકેલ લાવવા માટે દરેક દેશ કોરોનાની તેની રસી શોધવા મથી રહ્યા હતા જોકે અનેક દેશોએ રસી શોધી પણ ખરા પરંતુ તે સફળ થયા નહીં. આપણા દેશ ભારતે પણ રસી શોધી નાખી છે અને તે સફળ પણ થઈ. હાલ દેશમાં કોરોના વેક્સીનેશનનું કામકાજ શરૂ છે. પરંતુ હવે ફરીથી આ કોરોનાએ વેગ પકડ્યો છે.
દેશના લગભગ ૯૧ જિલ્લામાં કોરોનાના દર્દીઓ મળવાના ફરીથી શરૂ થઈ ગયા છે. તેમાં વાત કરીએ તો સૌથી વધુ મહારાષ્ટ્ર જિલ્લાનો સમાવેશ થાય છે જેમાં મહારાષ્ટ્રના કુલ ૩૪ જિલ્લા સામેલ છે જ્યારે કર્ણાટકના ૧૬ જિલ્લા, ગુજરાત, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, બિહારના ૪-૪ તેમજ કેરળના બે જિલ્લા સામેલ છે.
હાલ દેશમાં પહેલા જેમ જ ફરીથી કોરોના કેસ વધી રહ્યા છે જેમાં સાજા થનાર દર્દીઓ કરતાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ૨૫ નવેમ્બરે ૭,૨૩૪ એક્ટિવ કેસ વધ્યા હતાં જે પછી હાલ રવિવારે દેશમાં કુલ ૧૩,૯૭૯ નવા દર્દીઓ નોંધાયા. તેમાં ૭૯ દર્દીઓના મોત થઈ ગયાં.
આપણા દેશમાં કોરોના વેકસીન તો આવી ગઈ છે પરંતુ વેકસીનેશન આપવાનું કામ ધીમું થઈ રહ્યું છે. હાલ માત્ર કોરોના ફ્રન્ટલાઈન અને હેલ્થવર્કરને જ કોરોના વેકસીન આપવામાં આવી રહી છે અને આગળ જતાં માર્ચ મહિનામાં ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે અને ૫૦ વર્ષથી નીચેના જે લોકોને બીમારી છે તેઓને આપવામાં આવશે.
હાલ કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે. તેથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભીડભાડવાળા તમામ રાજકીય તેમજ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સ્થિતિ નહીં સંભાળાઈ તો ફરીથી લોકડાઉન કરવાની ફરજ પડશે અને જે લોકો લોકડાઉન નથી ઇચ્છતા તેઓ માસ્ક જરૂર પહેરે. આ ઉપરાંત પ્રાઇવેટ કંપનીઓને પણ વર્ક ફ્રોમ હોમ પોલિસી અપનાવા કહ્યું અને સૂચિત કર્યું કે આગામી ૫ થી ૮ દિવસમાં અમને જાણ થઈ જશે કે કોરોનાની નવી લહેર છે કે નહીં ?
જોકે મહારાષ્ટ્રના આઠ અન્ય જિલ્લા અમરાવતી, અકોલા, બુલ્ઢાડા અને યવતમાલમાં પણ ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દેવાયા છે. અહીં જીવન જરૂરીયાતની દુકાનો સિવાયની બધી દુકાનો બંધ કરી દેવાઈ છે. લોકોને સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી જ સમાન ખરીદવાની છૂટ મળશે.
પુણે જિલ્લામાં પણ નાઈટ કરફુયુ લગાવી દેવાયું છે. અહીં રાત્રે ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધી લોકોના ઘરેથી નીકળવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. શાળા કોલેજ ૨૮ ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવાઈ છે.
આમ વધતા જતા કેસને લીધે આપણો દેશ ફરીથી કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા ૧૫ દેશોમાં શામિલ થઈ ગયો છે. જે ૩૦ જાન્યુઆરીએ પોર્ટુગલ, ઇન્ડોનેશિયા અને આર્યલેન્ડને પાછળ છોડતા ૧૭માં નંબરે પહોંચી ગયો છે.