દેશમાં કોરોનાની વેકસીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યારે બધાને વેકસીન ફ્રી મળશે તેના વિશે કોઈ માહિતી નથી. કેન્દ્રીય સ્વસ્થયમંત્રી ડૉ. હર્ષવર્ધને પહેલા કહ્યું હતું કે સૌને ફ્રી વેકસીન આપવામાં આવશે. પરંતુ ત્યારબાદ તેણે ટ્વિટ કરીને કહ્યું હતું કે દેશના ૧ કરોડ હેલ્થ વર્કર્સ અને ૨ કરોડ ફ્રન્ટ લાઇન વર્કર્સ ને કોરોના વેકસીન ફ્રી મળશે.
આ પહેલા જણાવવામાં આવ્યું હતું કે કોરોના વેકસીન ત્રણ ફેઝમાં આપવામાં આવશે જેમાં પ્રથમ ફેઝમાં હેલ્થવર્કર, બીજા ફેઝમાં કોરોના ફ્રન્ટલાઈન વોરિયર અને ત્રીજા ફેઝમાં ૫૦ વર્ષથી ઉપરના તમામ તથા ૫૦ વર્ષથી નીચેની વયમાં કો મોર્બીડ ને વેકસીન આપવામાં આવશે.
પરંતુ હવે કેન્દ્રીય સ્વસ્થયમંત્રી ડૉ. હર્ષવર્ધને ટ્વીટ કરીને જણાવ્યું કે ' પ્રથમ ચરણના કોરોના વેકસીનેશનમાં દેશમાં સૌથી વધારે પ્રાથમિકતા વાળા લોકોને વેકસીન આપવામાં આવશે જેમાં ૧ કરોડ હેલ્થ વર્કર્સ અને ૨ કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ શામિલ છે. બાકીના પ્રાથમિકતા વાળા ૨૭ કરોડ લોકોને વેકસીન કઈ રીતે આપવી તેનો વિચાર જુલાઈ સુધીમાં કરવામાં આવશે.
હાલ દેશના ૧૧૬ જિલ્લાના ૧૫૯ સેન્ટર પર વેકસીનનું ડ્રાય રન ચાલુ છે. જેમાં જાણવામાં આવે છે કે હોસ્પિટલ વેકસીન માટે તૈયાર છે કે નહીં.