khissu

હવે ભારતમાં પણ આવશે કોરોના વેક્સિન | કોરોના રસીની પ્રથમ ખેપ પહોંચશે દિલ્હી

કોરોના ને ખતમ કરવા લોકો રસી ની ખુબજ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આગામી 5 દિવસમાં લોકોની આતુરતાનો અંત આવી જશે. 

હાલ કોરોના મહામારી થી ત્રસ્ત બ્રિટન અને અમેરિકા એ કોરોના ની રસી ના ઉપયોગને મંજૂરી આપી છે તો હવે ભારત સરકારે પણ કોરોના ની રસી નો ઉપયોગને મંજૂરી આપી દીધી છે.
દેશમાં કોરોના લાંબા સમય થી ચાલી રહ્યો છે તેવામાં હવે લોકો કંટાળી નિરાશ થઈ ગયા છે. એક પછી એક દિવસ ની રાહ જોતા લોકો ની હવે આતુરતા નો અંત આવી ગયો છે. 

ભારત સરકારે પણ હવે કોરોના રસી ની મંજુરી આપી દીધી છે ત્યારે 28 મી ડિસેમ્બરે કોરોના રસીની પહેલી ખેપ દિલ્હી પહોંચશે. તેના માટે બધી જ તૈયારીઓ કરી લેવાઈ છે. કોરોના ની રસી માટે રાજીવ ગાંધી હોસ્પિટલમાં મોટા ડીપ ફિઝર પહોંચાડી દેવાયા છે.

દિલ્હી એરપોર્ટ ના સીઈઓ વિદેહકુમાર જયપુરિયાએ જણાવ્યું કે, અમે દૈનિક 80 લાખ વિયાલ હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. સમગ્ર દેશમાં 28 હજાર થી 29 હજાર કોલ્ડ ચેઇન પોઇન્ટ બનાવાયા છે.