કોરોના વેકસીનથી થઈ રહી છે આડઅસર, મુખ્યમંત્રી વિજયરૂપાણીએ આપ્યું નિવેદન

કોરોના વેકસીનથી થઈ રહી છે આડઅસર, મુખ્યમંત્રી વિજયરૂપાણીએ આપ્યું નિવેદન

ગુજરાતમાં વેકસીનેશન ની કામગીરી ચાલી રહી છે જેમાં અલગ અલગ તબક્કામાં આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા કે જેમાં આ વેકસીનથી આડઅસર પણ જોવા મળે છે.


છોટા ઉદેપુરમાં બે આશા વર્કર ની તબિયત બગડી છે જેમાં તેઓને તાવ અને ચક્કર જેવી પરિસ્થિતિ સામે આવી છે. જોકે સારવાર બાદ તેઓ સ્વસ્થ થઈ ચૂકી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અપાયેલ વેકસીન માં ૧૧૪ લોકોમાંથી ૫૭ લોકોને આવી જ સમસ્યા અનુભવાઈ હતી.


જોકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કહ્યું કે, 'આ વેકસીન થી કોઈ મોટી સમસ્યા થઈ નથી. કોઈપણ વેકસીન હોય થોડી ઘણી આડઅસર તો થાય જ છે. જોકે આ આડઅસર સામાન્ય કહેવાય જે માત્ર દવા થી સારી થઈ જાય છે, હાલ કોઈ મોટી ગંભીર સમસ્યા થઈ નથી તેથી વેકસીન સંપૂર્ણ પણે સફળ કહી શકાય.'


રાજકોટમાં જે આડઅસર જોવા મળી હતી તે અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, વેકસીન આપ્યા પછી ૧૦ થી ૧૨ કલાક પછી થોડી થોડી અસર  જોવા મળે છે જેમાં માથાનો દુખાવો, તાવ વગેરે જોવા મળ્યા છે પરંતુ તે સામાન્ય ઈલાજ થી દુર થઈ જાય છે.