khissu

સામાન્ય માણસને ફટકો/ કોટનથી બનેલા કપડા મોંઘા થશે, જાણો શું છે કારણ?

સામાન્ય માણસને મોટો ફટકો પડવાનો છે. આવતા મહિને તહેવારોની સિઝન શરૂ થઈ જશે. તહેવારોની સીઝનમાં કોટનથી બનેલા કપડાંના ભાવ વધી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવ 10 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. આ વર્ષે કપાસનું ઉત્પાદન નીચું રહેવાની શક્યતાને કારણે ભાવમાં વધારો થઈ શકે છે. એક બાજુ તહેવારોની સીઝન શરૂ થવાની છે અને આ સમય દરમિયાન લોકો પોતાના માટે નવા કપડા ખરીદે છે. આ વખતે કોટન થી બનેલા કપડા ખરીદવા મોંઘા પડી શકે છે. જોકે ભાવમાં થયેલા વધારાનું નુકસાન સામાન્ય માણસને સહન કરવું પડી શકે છે, બીજી બાજુ કાપડની કંપનીઓને પણ તેનો ફાયદો થવાની ધારણા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રાસિમ, રેમન્ડ્સ જેવી કંપનીઓને ફાયદો થવાની ધારણા છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે ખુશખબરી: BOB એ તેના કરોડો ગ્રાહકોને આપી ભેટ

ભાવ કેમ વધી શકે?: મીડિયા અહેવાલો અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કપાસની વાવણી 6 ટકા ઘટી છે. એવામાં અપેક્ષા કરતા ઓછા ઉત્પાદનને કારણે કપાસના ભાવમાં વધારો જોવા મળી શકે છે. વિદેશી બજારની સાથે સાથે સ્થાનિક બજારમાં પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કપાસના ભાવમાં 10 થી 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકામાં ભારે વરસાદને કારણે કપાસના પાકને નુકસાન થયું છે. જો કે ચીનથી કોટન યાર્નની માંગ યથાવત રહી શકે છે.

આ પણ વાંચો: અરે હોય ! ખેતરમાં કોબી તોડવાના 63 લાખ રૂપિયા મળશે, અને ઓવર ટાઇમના અલગથી રૂપિયા આપવામાં આવશે...

કોટન યાર્ન બનાવતી કંપનીઓને લાભ મળી શકે છે: મીડિયા રીપોર્ટસ અનુસાર, કોટન યાર્ન બનાવતી કંપનીઓને કપાસના વધતા ભાવનો લાભ મળવાની શક્યતા છે.  નિષ્ણાતો કહે છે કે કપાસના વધતા ભાવનો લાભ ખેડૂતોને મળી શકે છે. બજારમાં કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,500 થી ઉપર ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અત્યારે કપાસનો સરકારી ભાવ 5,725 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.